તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • માંડવીની 30 કન્યાઓને એક લાખની શિષ્યવૃત્તિ વિતરીત કરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીની 30 કન્યાઓને એક લાખની શિષ્યવૃત્તિ વિતરીત કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીની 30 કન્યાઓને એક લાખની શિષ્યવૃત્તિ વિતરીત કરાઈ

ભુજ: માંડવી શહેરની કોલેજમાં અભ્યાસ કરતી અને જરૂરીયાતમંદ 30 જેટલી કન્યાઓને એક લાખ રૂપીયાની શિષ્યવૃતિ વિતરણ કરાઇ હતી.12માં ધોરણ પછી વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી કન્યાઓને તેઓની શૈક્ષણિક સિદ્ધિ તથા ઓછી આવકને ધ્યાનમાં રાખીને શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયની 19 વિદ્યાર્થીની અને ઝવેરબાઇ ગોકલદાસ કન્યા વિદ્યાલયની 11 વિદ્યાર્થીનીઓ મળી કુલ 30 વિદ્યાર્થીનીઓને જયાદેવી મુળશંકર જોશી ચેરીટી અમેરીકા તરફથી એક લાખ જેટલી શિષ્યવૃતિ વિતરણ કરાઇ હોવાનું દિનેશ શાહની યાદીમાં જણાવાયું હતું. કન્યા વિદ્યાલયમાં યોજાયેલા સમારોહમાં માંડવીની એસ.વી.આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતી 11 કન્યાઓને દાતા પરીવારના શૈલેષભાઇ જોશીના હસ્તે શિષ્યવૃતિ વિતરણ કરાઇ હતી. તો ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય ખાતે 19 શિષ્યવૃત્તિનું વીતરણ કરાયું હતું. પ્રસંગે શશીકાંતભાઇ ચાવડા, પ્રજ્ઞાબેન પોપટ, વરસોલાભાઇ, વસ઼તભાઇ કોચરા, હંસાબેન પંડયા, વસંતબેન સાયલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો