• Gujarati News
  • National
  • માંડવીમાં વિશ્વ વિકલાંગ દિવસે વિવિધ કાર્યક્રમ યોજાયા

માંડવીમાં વિશ્વ વિકલાંગ દિવસે વિવિધ કાર્યક્રમ યોજાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીમાં વિશ્વ વિકલાંગ દિવસે વિવિધ કાર્યક્રમ યોજાયા

ભુજ : માંડવીનીઅંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા માંડવીમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચાર સંસ્થાના દિવ્યાંગ બાળકોએ પોતાનું કૌવત બતાવ્યું હતું. સંસ્થા સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિકલાંગ કન્યા છાત્રાલય માંડવી, બહેરા-મુંગા વિદ્યાલય, માનસ મંદિર-ભોજાય, માનસી-બિદડા સહિત કુલ ચાર સંસ્થાના દિવ્યાંગોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રસંગે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ડો. ચંદ્રકાંતભાઇ ચોથાણીએ દિવ્યાંગ બાળકોને હિંમત હાર્યા વગર અભ્યાસમાં આગળ વધવાનો અનુરોધ કર્યો હતો. જીવનમાં આવતી મુશ્કેલીઓનો અડગ મનથી અને હકારાત્મકતાથી સામનો કરી સમસ્યાઓને ભરી પીવા તેમણે હાકલ કરી હતી. આવતા વર્ષથી સંસ્થાના ઉપક્રમે વિશ્વ વિકલાંગ દિને ત્રિ-દિવસીય અખિલ કચ્છ વિકલાંગ રમતોત્સવ અને સંમેલન યોજવાની જાહેરાત કરી હતી. પ્રસંગે ચિત્ર સ્પર્ધા, 50 મીટર દોડ, પાસીંગ ધી બોલ, લીંબુ ચમચી, મ્યુઝીકલ ચેર, નૃત્ય સહિતના કાર્યક્રમો યોજાયા હતા. દિવ્યાંગો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લઇ હમ કીસી કે કમ નહીંની ઉક્તિને સાર્થક કરી હતી. પ્રસંગે અશ્વિનભાઇ શાસ્ત્રી, શૈલૈન્દ્રભાઇ જોશી, સી. એન. પટેલ, દિનેશ શાહ, પ્રતાપ ચોથાણી, કે. બી. સોની, સુલેમાનભાઇ મીર, કાનજી મહેશ્વરી, કમલેશ પાઠક, અરવીંદભાઇ શાહ, ડો. ચંદારાણા, અશ્વિનભાઇ ગજરા, ખુશાલભાઇ બળીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...