- Gujarati News
- કચ્છની ચુંટણી હેમખેમ પાર પાડવા માટે 8,408 સુરક્ષાકર્મીઓ તૈનાત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છની ચુંટણી હેમખેમ પાર પાડવા માટે 8,408 સુરક્ષાકર્મીઓ તૈનાત
વિધાનસભાનીચુંટણીને ગણતરીના કલાકો બાકી રહયા છે, ત્યારે પૂર્વ-પશ્ચિમમાં ચુંટણી હેમખેમ પાર પાડવા 8,408 સુરક્ષા કર્મીઓ તૈનાત કરી દેવાયા છે, જિલ્લાના બુથ મથકો પર મતદાન પેટી સાથે શુક્રવારે સુરક્ષા કર્મીઓની ટુકડી રવાનો થશે, તો ગૃપ પેટ્રોલીંગ, ફ્લાઇટ સ્કોડ, સ્ટેસ્ટીક સર્વલેન્સ સ્કોર્ડ, ચેક પોસ્ટ સહિતની કામગીરી જવાનો ફાળવાયા છે.
કોઇ અનિચ્છનીય ઘટના બને અને શાંતિપૂર્ણ મતદાન થાય તે હેતુંથી કાયદો વ્યવસ્થા ચુસ્ત કરી દેવાઇ છે.
અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ પૂર્વ-પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા વિધાનસભાની ચુંટણી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના બને અને મતદાનની પ્રક્રિયા શાંતિ પૂર્વક પૂર્ણ થાય, તે માટે કાયદો અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા 8,408 જેટલા પોલીસ અધિકારીઅો અને જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે, પૂર્વ-પશ્ચિમ કચ્છ પોલીસ વડા સુપરવિઝનમાં સમગ્ર ચુંટણી પ્રક્રિયા દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, પેરામીલટરી ફોર્સ, બોર્ડવીંગ અને હોમગાર્ડસના જવાનોને ખડે પગે બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે.
પૂર્વ કચ્છમાં ચૂંટણી 3607 જવાનો બંદોબસ્તમાં
પૂર્વ કચ્છમાં ચૂંટણી બંદોબસ્તમાં 5 ડિવાયએસપી, 10 પીઆઇ, 42 પીએસઆઇ, 900 જેટાલ પોલીસ કર્મીઓ તેમજ 18 પેરામીલેટરી ફોર્સ,અને 1030 હોમગાડર્સ જવાનો તૈનાત કરાયા
પશ્ચિમકચ્છમાં 4801 જવાનો રહેશે તૈનાત
પશ્ચિમકચ્છમાં ચૂંટણી બંદોબસ્તમાં 5 ડિવાયએસપી, 13 પીઆઇ, 48 પીએસઆઇ, 1435 પોલીસ કર્મચારીઓ તેમજ 21 પેરામીલેટરી ફોર્સ,અને બોર્ડવીંગની એક કંપની તેમજ 1300 હોમગાડર્સ જવાનોને તૈનાત કરી દેવાયા છે.
પૂર્વ પશ્ચિમ કચ્છના જવાનોને બુથ પર મતદાન પેટી સાથે રવાના કરાયા