• Gujarati News
  • National
  • ભુજની એંકરવાલાના છાત્રો રમતોત્સવમાં ઝળક્યા

ભુજની એંકરવાલાના છાત્રો રમતોત્સવમાં ઝળક્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાભારતીનાપશ્ચિમ કચ્છ વિભાગના ખેલકૂદ મહોત્સવમાં ભુજની એંકરવાલા સરસ્વતી વિદ્યામંદિરના છાત્રોએ બાજી મારી હતી.

બિદડામાં યોજાયેલા રમતોત્સવમાં ભુજ, માંડવી અને નખત્રાણા સંકુલના કુલ્લ 280થી વધુ છાત્રોએ ભાગ લીધો હતો. શહેરની કચ્છ યુવક સંઘ સંચાલિત એંકરવાલા સરસ્વતી વિદ્યામંદિરના છાત્રોએ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ અને દ્વિતિય ક્રમ મેળવી શાળા પરિવારને ગૌરવ અપાવ્યું હતું.

પ્રથમ ક્રમાંકિત છાત્રો હવે પ્રાંતકક્ષાના ખેલકૂદ મહોત્સવમાં ભાગ લેવા નડિયાદ જશે. વિજેતા તમામ છાત્રોને શાળા પરિવાર અને અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યાં હતાં.

પ્રથમ ક્રમાંકિત છાત્રો પ્રાંતકક્ષાએ નડિયાદમાં ભાગ લેશે

અન્ય સમાચારો પણ છે...