• Gujarati News
  • National
  • બોક્સિંગમાં કચ્છના છાત્રો રાષ્ટ્રિય કેમ્પમાં પસંદ

બોક્સિંગમાં કચ્છના છાત્રો રાષ્ટ્રિય કેમ્પમાં પસંદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનીમુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત હાઇસ્કૂલના બે છાત્રો છોટા ઉદયપુર ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની અન્ડર-19 બોક્સિંગ સ્પર્ધામાં ઝળકી ઉઠતાં હવે રાષ્ટ્રિય સ્તરના કેમ્પ માટે પસંદગી પામ્યા છે.

હાઇસ્કૂલના આશીફ બલોચ અને મુશાહિદ શેખ અન્ડર-19 બોક્સિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવી સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. હવે બન્ને છાત્રો રાષ્ટ્રિય કક્ષાએ વધુ પ્રશિક્ષણ માટે પસંદ થયા છે. ઉપરાંત શાળાના અન્ય બે વિદ્યાર્થીઓ સાહિલ ચાકી અને હમજા ટાંકે પણ સ્પર્ધામાં સારો દેખાવ કરી રજત ચંદ્રક મેળવ્યો હતો અને એહમદ ખત્રીએ ત્રીજો ક્રમ મેળવ્યો હતો.

છાત્રોને શાળાના વ્યાયામ શિક્ષક અયાઝ ઝાખરાએ માર્ગદર્શન આપ્યું હતું. વિજેતાઓને શાળાના આચાર્ય જુસબખાન ટાંક તેમજ ટ્રસ્ટી મંડળે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

મુસ્લિમ એજ્યુકેશન હાઇસ્કૂલના છાત્રો રાજ્યકક્ષાએ ઝળકી ઉઠ્યા

અન્ય સમાચારો પણ છે...