• Gujarati News
  • National
  • ભુજમાં મકાનમાં જુગાર રમતી 8 મહિલા ઝડપાઇ

ભુજમાં મકાનમાં જુગાર રમતી 8 મહિલા ઝડપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાસંસ્કારનગરમાં આવેલ રહેણાક મકાનમાં દરોડો પોલીસે ગંજીપાનો જુગાર રમતી 8 મહિલાઓને રંગેહાથ પકડી પાડી હતી. અે ડિવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર પોલીસે બાતમીના આધારે મંગળવારે મોડી સાંજે સંસ્કારનગરના 158 નંબરના મકાનમાં દરોડો પાડયો હતો.

દરોડા દરમ્યાન અા મકાનમાં જુગાર રમતી ભાવના મનહર સલાટ, સુશીલા મનુભાઇ ખવાસ, કલ્પનાબેન ભરત પરમાર, પ્રજ્ઞા રણજીત ભટી, આઇશાબાઇ સીકંદર ખત્રી, સમીમબેન જાફર લુહાર,સુલતાનાબાઇ કુરેશી અને મૃદુલા માવજી ઠકકરને 12,500ની રોકડ અને 3500ની કિમતના 5 મોબાઇલ મળી 16,000ના મુદામાલ સાથે ઝડપી પાડી હતી. જુગાર રમતા પકડાયેલી મહિલા ભુજ અને માધાપરની રહેવાસી હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે. તમામ મહિલાઓ વિરુધ્ધ જુગારધારાની કલમ તળે ફરિયાદ નોંધી તપાસને આગળ ધપાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...