• Gujarati News
  • National
  • ઉછીના નાણા પરત આપી સાડા ત્રણ લાખની ઠગાઇ

ઉછીના નાણા પરત આપી સાડા ત્રણ લાખની ઠગાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારનાજરૂ અને વરસામેડીમાં રહેતા 2 શખસે ઉછીના નાણા લઇ તે પરત આપી સાડા ત્રણ લાખની ઠગાઇ કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી છે.

સાંતલપુરના ગરામડીમાં રહેતા બાબુભાઇ ખાતા આહિરે ગત સપ્ટેમબર માસમાં વરસામેડીના રાજેશ જાણા અને જરૂના ધનજી ખીમા મકવાણાને ઉછી પેટે 3.5 લાખ આપ્યા હતા. જોકે નાણા પરત આપવા માટે બન્નેએ બહાને બાજી શરૂ કરી હતી. બાબુભાઇ રૂબરુમાં નાણા લેવા આવ્યા ત્યારે રકમ પરત આપવાના બદલે બન્નેએ ધાકધમકી કરવાની શરૂ કરી હતી.

અંતે બાબુભાઇએ બન્ને શખસ વિરુધ્ધ ઠગાઇ અને વિશ્વાસઘાતની કલમ તળે ફરિયાદ નોંધાવતાં અંજાર પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...