• Gujarati News
  • National
  • ભુજનું મહતમ તાપમાન 48 કલાકમાં 5 ડિગ્રી ગગડયું

ભુજનું મહતમ તાપમાન 48 કલાકમાં 5 ડિગ્રી ગગડયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓખીવાવાઝોડાંની અસર હેઠળ તેજ ગતિએ પવન ફુંકાવવાનું શરૂ થતાંની સાથેજ કચ્છના મોટાભાગના વિસ્તારમાં ટાઢોડું છવાઇ ગયું છે. ભુજમાં 48 કલાકમાંજ મહતમ તાપમાનનો પારો 5 ડિગ્રી જેટલો ગગડતા ભુજવાસીઓ દિવસે પણ ઠારના મારથી થરથરી ઉઠયા હતા.દિવસે તાપણા કરી ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડે તેવી ઠંડક ભુજવાસીઓએ અનુભવી હતી.

રવિવારના 31 ડિગ્રીએ અટકેલો મહતમ તાપમાનનો પારો 2 દિવસમાં 5 ડિગ્રીના ઘટાડા સાથે 26 ડિગ્રીએ પહોંચી ગયો હતો. તો રાત્રીનું લઘુતમ તાપમાન નલિયા કરતાં પણ 1 ડિગ્રી ઓછું એટલે કે 15.6 ડિગ્રી નોંધાતાં ભુજ રાજયનું ત્રીજા નંબરનું ઠંડુ મથક બની ગયું હતું.

તાપમાન હજુ ગગડવા સાથે ઠંડીનો ચમકારો વધુ તીવ્ર બનવાની આગાહી હવામાન વિભાગના વર્તારામાં કરાઇ છે.

ઠંડી વધતા ભુજની બજારમાં ગરમ વસ્ત્રોની વિવિધ આઇટમો જોવા મળી

સૂર્યોદય પહેલા વોકીંગ કરવાનું ટાળો

િયાળામાંસામાન્ય રીતે લોકો વહેલી સવારે વોક કરવા નીકળે છે. ત્યારે ઠાર વાળી ઠંડીના માહોલમાં વોકીંગ પર જવાનું ટાળવું હિતાવહ છે. તો પલટાયેલા વાતાવરણ વચ્ચે બુઝુર્ગ વર્ગ મોર્નિંગ વોક પર નીકળે તે તેમના માટેજ લાભદાયી છે.

સ્વાઇનફ્લુસામે પણ સચેતતા કેળવવી પડશે

2માસથી માંડ માંડ કાબુમાં આવેલ સ્વાઇનફ્રલુ ઠંડીના માહોલમાં વધુ વકરતો હોય છે. સ્વાઇનફલુના સૈાથી વધુ કેસ અને મોત ભુજ શહેર અને તાલુકામાં નોંધાયા હતા. ત્યારે પલ્ટાયેલા હવામાનમાં સ્વાઇનફલુ ફરી ઉથલો મારે તે માટે પણ સચેતતા કેળવવી પડશે.

બાળકો અને ર્વૃધ્ધોમાં માંદગી વકરશે

પાછલાબે દિવસમાં ભુજમાં પવનની ઝડપ વધવા સાથે મહત્તમ અને લઘુતમ તાપમાનનો પારો ગગડતા નાના બાળકો અને ર્વૃધ્ધોમાં માંદગીનું પ્રમાણ વકરવાની ભીતી સેવાઇ રહી છે. સુરજના કિરણો શરીર માટે ફાયદાકારક હોય છે અને જો સુરજનું તાપમાન મળે તો બિમારીઓ વકરવાની સંભાવના રહે છે. ઠંડીવાળા ધાબડિયા માહોલના કારણે ઓછી રોગ પ્રતિકારક શકિત ધરાવતા નાના બાળકો ઉપરાંત દમ-શ્વાસની બિમારીથી પીડાતા લોકો માટે વાતાવરણ ઘાતક પણ બની શકે છે.

બાળકોનેબીમારીથી બચાવવા રાખજો અા તકેદારી

>બાળકોને ધુળ-માટીથી દુર રાખવા. > બાળકોને ગરમ કપડા પહેરાવી રાખવા અને ન્હાયા બાદ માથું બરાબર લુંછવું. > ઠંડાપીણા, આઇસ્ક્રીમ , ચોકલેટ જેવી વસ્તુનું સેવન અટકાવવું. > ગરમ કરી ઉકાળેલું પાણી પીવડાવવું. > બિમારીના સંકેત જણાય તો તાત્કાલીક તબીબી સલાહ લેવી.

રાત્રિનું લઘુતમ તાપમાન નલિયા કરતા 1 ડિગ્રી ઓછું નોંધાયું

ઓખીની અસર હેઠળ તેજ પવન ફુંકાતા ભુજવાસીઓ દિવસે પણ થરથર્યા: 31 ડિગ્રીએ પહોંચેલો પારો 26 ડિગ્રીએ સરકયો

અન્ય સમાચારો પણ છે...