• Gujarati News
  • National
  • સુખપરમાં જમાઇએ સસરાને માથામાં ધોકો ફટકારી દીધો

સુખપરમાં જમાઇએ સસરાને માથામાં ધોકો ફટકારી દીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના સુખપર ગામમાં જમાઇએ સસરાને માથામાં ધોકો ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં માનકુવા પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાઇ છે.

બસ સ્ટેશન પાસે મારામારીની ઘટના મંગળવારે સવારે પોણા 10 વાગ્યાના અરસામાં ઘટી હતી. રાજુ હેમરાજ બારોટે તેમની પુત્રીના લગ્ન ગામમાંજ રહેતા કાના ભીખા બારોટ સાથે કરેલ હતા. લગ્ન સમયે કાનાને સોનાની વી઼ટી અપાઇ હતી. કાનાએ વીંટી ગીરવે મુકી દીધી હતી.

મંગળવારે રાજુભાઇએ કાના પાસેથી વીંટી પરત માંગતા બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થવાની સાથે મામલો બિચકયો હતો. ઉશ્કેરાયેલા જમાઇએ સસરાને માથામાં ધોકો ફટકારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. બનાવ અંગે માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા પોલીસે આરોપી જમાઇને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

લગ્ન સમયે આપેલી વીંટી પરત માંગતા મામલો બિચકયો : ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો

અન્ય સમાચારો પણ છે...