• Gujarati News
  • National
  • ST વર્કશોપની પાસે હંગામી સ્ટેશન તૈયાર

ST વર્કશોપની પાસે હંગામી સ્ટેશન તૈયાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંએસ. ટી. વર્કશોપની બાજુમાં સ્ટાફ ક્વાર્ટરમાં હંગામી બસ સ્ટેશન બન્યું છે, જે તૈયાર થઇ ગયું છે, જેથી કોન્ટ્રાકટરે 11મી ડિસેમ્બરના કબજો સુપરત કરવાની જાણ કરી દીધી છે.

શહેરમાં ઈન્દિરાબાઇ હાઇસ્કૂલની સામે એસ. ટી. ડેપો છે, જેને પાડીને ભુજ આઇકોનિક બસ પોર્ટ બનવાનું છે, જેથી હંગામી ધોરણે બસ સ્ટેશનને એસ. ટી. વિભાગીય નિયામકની કચેરીની બાજુમાં સ્ટાફ ક્વાર્ટરના મેદાનમાં બનાવવાની કામગીરી ચાલતી હતી. જે પૂરી થઇ ગઇ છે અને કોન્ટ્રાકટરે 11મી ડિસેમ્બરના કબજો સોંપવાની જાણ કરી દીધી છે, જેથી પંદરેક દિવસમાં હંગામી બસ સ્ટેશનમાંથી બસો દોડતી થઇ જશે. જોકે, એસ. ટી. તંત્રે માટે સરસામાન ખસેડવાનું હજુ બાકી છે.

રાજયમાં અનેક જગ્યાએ આઇકોનીક બસ પોર્ટ બનાવાયા છે ત્યારે હવે કચ્છમાં પ્રથમ ભુજ બસ સ્ટેશનને આઇકોનીક બસ પોર્ટ બનાવાશે.

11 ડિસેમ્બરના કોન્ટ્રાકટરને બસ સ્ટેશનનો કબજો સુપરત કરાશે

અન્ય સમાચારો પણ છે...