• Gujarati News
  • National
  • વાદળછાયા વાતાવરણથી ચોમાસા જેવો માહોલ

વાદળછાયા વાતાવરણથી ચોમાસા જેવો માહોલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરેબીયાનાસાગરમાં ડિપ્રેશનના કારણે ઓખી વાવાઝોડાએ જન્મ લીધો છે. જેની અસર તા. 04 થી 6 સુધી ગુજરાતના જુદા જુદા શહેરોમાં થનાર છે. તેવી આગાહિ કરવામાં આવી છે. જેમાં સોમવારથીજ ગાંધીધામ આદિપુરના વાતાવરણમાં અસર જોવા મળી હતી. સવારથીજ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ.

નોખીની સંભવિત આફતને પગલે તંત્રને સાબદુ કરવામાં આવ્યુ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટને તૈયાર રહેવા સુચના આપી દેવામાં આવી છે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા મૌસમ વિભાગે વ્યક્ત કરી છે. ગાંધીધામ આદિપુરમાં વાતવરણમાં અત્યારથીજ અસર જોવા મળી રહિ છે. વરસાદ પડે તેવી પણ શક્યતા હાલના સમયે નકારી શકાય તેમ નથી. દિન દયાલ પોર્ટના બંદર પર બેનંબરનું સિગ્નલ પણ લગાવી દેવાની ફરજ પડી છે. ચોમાસાની ઋતુમાં શરુ કરવામાં આવેલા કંટ્રોલરુમ પુનઃ શરુ કરી દેવાની નોબત આવી છે.

ગુજરાત પર બે દિવસ ભારે હોવાની શક્યતા હોવાના કારણે તંત્ર પણ કોઇ કચાશ રાખવામાંગતુ નથી તેમ અત્યારે જણાઈ રહ્યુ છે. જાણકાર વર્તુળો આમ તો ગાંધીધામ, આદિપુર કે કચ્છ તરફ આની આંશિક અસર પડશે તેવું માની રહ્યા છે. આમછતાં તંત્ર ગાફેલ રહે તો ઉંઘતુ પણ ઝડપાઈ શકે અને ત્યારબાદ માછલા ધોવાય તેવી સ્થીતી ઉભી થાય તે માટે પણ અધિકારીઓ તૈયારીમાં લાગી ગયા છે.

ઓખીની અસર ગાંધીધામ, આદિપુરમાં પણ વરતાઈ

અન્ય સમાચારો પણ છે...