ગધેડાઓની ફેસબુકમાં...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદીજીએ કહ્યું છે કે “હા, હું ગધેડો છું, પણ સવાસો કરોડ ભારતીયોને વફાદાર છું.”

જસ્ટ કલ્પના કરો કે જો ગધેડાઓનાં પણ ફેસબુક પેજો ચાલતાં હોત તો કેવી કેવી પોસ્ટો જોવા મળી હોત...

***

એક ‘પ્રાઉડ-ગધેડા’એ પોસ્ટ મૂકી હોત: “સાંભળો! સાંભળો! સૌ ગર્દભો માટે ગર્વની વાત છે. માનનીય વડાપ્રધાનશ્રી પોતાને ગધેડો કહે છે!”

***

તરત એક ‘સેન્સિબલ-ડોન્કી’એ કોમેન્ટ મૂકી દીધી હોત “ગર્દભમિત્ર ! આટલા બધા હરખાઇ જવાની જરૂર નથી. માણસોમાં કહેવત છે કે ગરજ હોય તો ગધેડાને પણ બાપ કહેવો પડે.”

***

‘પ્રાઉડ-ગધેડો’ તરત દલીલ કરે છે: “મોદીજીએ આપણને પિતાશ્રી નથી કહ્યા, તેઓશ્રી કહે છે કે તેઓ પોતે ગર્દભ છે. આપણે તેમને કચ્છમાં નિમંત્રિત કરીને તેમનું સન્માન કરવું જોઇએ.”

***

‘હરખ-ગધેડો’ વચમાં કૂદી પડે છે. “જોડે પેલા અમિતાભ બચ્ચનને પણ બોલાવજો. લાસ્ટ ટાઈમ મારે સેલ્ફી લેવાની રહી ગઇ છે!”

***

એવામાં ‘દર-બ-દર-ગર્દભ’ સૌને ચેતવે છે : “અલ્યાઓ, હમણાં મોદી કે બચ્ચન કોઇ નવરા નથી. તો ચૂંટણી આવી એટલે આપણું નામ લે છે.”

***

તરત ‘દર્દ-ગર્દભ’ ઉમેરો કરે છે “બાકી, પેલાં મેનકા ગાંધી યે કદી આવ્યાં છે આપણી ખબર લેવાω? હું દર વરસે વૌઠાના મેળામાં એમની રાહ જોતો બેઠો હોઉં છું.”

***

એવામાં ‘ગદ્ધામજૂરસંઘ’ના નેતા એન્ટ્રી મારે છે “વૌઠાના મેળામાં આપણી હરાજી થાય છે એમાં આપણને શું મળે છેω? 18 ટકા જીએસટી એટલે ‘ગધ્ધા સર્વિસ ટેક્સ’ની અમારી જૂની માગણી છે.”

***

તરત ‘હેન્ડસમ-ઘુડખર’ કહે છે “હું કચ્છમાં વરસોથી એડ ફિલ્મો અને ફોરેનના ફોટોગ્રાફરો માટે મોડલિંગ કરુું છું પણ મને કોઇ મોડલિંગ ફી આપતું નથી.”

***

એવામાં વૌઠાની ‘ગુલાબી-ગધેડી’ છણકો કરે છે “જા જા હેન્ડસમિયા! બહુ ફાંકામાં ના રહીશ. તારી જોડે તો કોમેડિયન ભારતી પણ પોઝ ના આપે!”

***

બંને વચ્ચે તડાફડી જામી જાય છે... આખરે એક ‘પારંપારિક ગર્દભ’ સૌને શાંત કરતાં કહે છે “મિત્રો, આપણને સાચું સન્માન ત્યારે મળશે જ્યારે આપણને કોઇ દેવી કે દેવતાના વાહનનો દરજ્જો મળશે.”

***

વાંચતાં સૌ ગધેડા ભડકે છે “હૈંωω?? એટલે પછી રાહુલ ગાંધી આપણાં દર્શન કરવા આવશેωω??”

{મન્નુ શેખચલ્લી

અન્ય સમાચારો પણ છે...