• Gujarati News
  • National
  • ડુંગળીના ભાવ વધ્યા બાદ અનેક લોજમાં કચુંબર પણ નથી પીરસાતું

ડુંગળીના ભાવ વધ્યા બાદ અનેક લોજમાં કચુંબર પણ નથી પીરસાતું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાંદિવાળી પહેલા ડુંગળીના એક કિલોના છૂટક ભાવ 15થી 20 રૂપિયા વચ્ચે રહેતા હતા, પરંતુ છેલ્લા બે માસથી એક કિલોના 80થી 50 રૂપિયાની વચ્ચે રહ્યા છે, જેથી હવે મોટાભાગની લોજોમાં ગ્રાહકોને કચુંબર રૂપે પીરસાતી નથી.

જિલ્લાના પાટનગર ભુજમાં મોટાભાગની મુખ્ય સરકારી કચેરીઓ આવેલી છે, જેથી દસેદસના તાલુકાના ગામડે ગામડેથી લોકોની સતત અવરજવર રહેતી હોય છે. કચ્છે પ્રવાસન ઉદ્યોગ તરીકે કાઠું કાઢ્યા બાદ પ્રવાસીઓની પણ સારી એવી અવરજવર રહેતી હોય છે. જેના કારણે શહેરમાં લોજ, રેસ્ટોરન્ટની સંખ્યા પણ સારી એવી ફૂલી ફલી છે, જેમાં 50 જેટલી લોજ ધમધોકાર ચાલે છે. બાકીની 50 જેટલી લોજ શાળા, કોલેજ અને પ્રવાસીઓના ધસારા ઉપર સિઝન પ્રમાણે ચાલે છે. જેઓ છૂટક, ફિક્સ ભાણું પિરશે છે, જેમાં ડુંગળીનું કચુંબર પણ રાખતા હોય છે, પરંતુ દિવાળી પહેલા છૂટક 15થી 20 રૂપિયે કિલો વેચાતી ડુંગળીએ 80થી 50 રૂપિયાની વચ્ચે ચડત ઉતર કરતી થઇ ગયા બાદ અપવાદ સિવાય મોટાભાગની લોજોમાં કચુંબર પિરસવાનું બંધ થઇ ગયું છે. બજાર સાથે સંકળાયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે, હાલ લગ્નગાળાને કારણે દસેક રૂપિયાની વધઘટ રહેતી હતી, પરંતુ હવે ફેબ્રુઆરી માસમાં ફરી 15થી 20 રૂપિયે મળતી થાય તેવી શક્યતા છે. તે પહેલા કોઇ મોટા ઘટાની સંભાવના નથી.

ચોમાસુ ઉત્પાદન ઓછું હતું, શિયાળુ હવે આવશે

વેપારીઓએજણાવ્યું હતું કે, વર્ષે ચોમાસુ ઉત્પાદન ઓછું હતું અને શિયાળું ઉત્પાદન જાન્યુઆરીમાં આવશે, જેથી માગ કરતા પુરવઠો ઓછો હોવાથી ભાવ વધી ગયા છે. અલબત્ત ડિસેમ્બરમાં થોડી રાહત રહેશે. હવે વાવેતરનો સમય આવ્યો છે, જેથી ફેબ્રુઆરીમાં ભાવ નીચા આવશે. જે જથ્થો ચોમાસા સુધી વપરાશે.

ત્રણપ્રકારની કદ પ્રમાણે ઓળખાય છે

વેપારીઓએકહ્યું હતું કે, ડુંગળીના ત્રણ પ્રકાર છે. જે સફેદ પત્તી, પીળી પત્તી અને લાલ પત્તીથી ઓળખાય છે. કદ પ્રમાણે ગુલ્ટો, ગુલ્ટી, ચીંગલી, બેતા અને બદલો જેવા શબ્દ પ્રયોગથી પણ ઓળખાય છે.

લગ્નગાળાને કારણે વધેલા ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો

દિવાળીના તહેવારો સમયે વધેલા ભાવ ફેબ્રુઆરીમાં અડધા થઇ જશે

અન્ય સમાચારો પણ છે...