તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • છત્તીસગઢની ફાર્મસી કાઉન્સિલના પ્રમુખપદે કચ્છી પાટીદાર યુવાન

છત્તીસગઢની ફાર્મસી કાઉન્સિલના પ્રમુખપદે કચ્છી પાટીદાર યુવાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છકડવા પાટીદાર સમાજના યુવાન જગદીશ ખેતાણી છત્તીસગઢ સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના ચેરમેન પદે ચૂંટાઇ આવતાં સમગ્ર સમાજ સહિત જિલ્લાને પણ ગૌરવ પ્રાપ્ત થયું છે. મૂળ કોટડા(જડોદર)ના વતની જગદીશભાઇએ તેમનું પ્રાથમિક શિક્ષણ કોટડામાં પૂરું કર્યા પછી ભુજની વીડી હાઈસ્કૂલમાં અને લાલન કોલેજથી રસાયણ વિજ્ઞાનના સ્નાતક અને આદિપુર તોલાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીથી ફાર્મસીનું શિક્ષણ મેળવી રાયપુરમાં દવાના વેપારમા સ્થાઇ થયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ જોડાયેલા છે. રાયપુર ડિસ્ટ્રીક્ટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના મહામંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી. અ. ભા. યુવા સંઘમાં પણ મંત્રી તેમજ રાજકીય સમિતિના લીડરની જવાબદારી પણ નિભાવી છે. રાયપુર ડિસ્ટ્રીક્ટ ચેસ એસોસિએશનના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ છત્તીસગઢ સ્ટેટ ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રિઝના સંગઠન મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...