તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચૂંટણીને લીધે માંડવીની બે બેંકો 4 દિ’ બંધ : લોકો પરેશાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીને લીધે માંડવીની બે બેંકો 4 દિ’ બંધ : લોકો પરેશાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યવિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને માંડવીની બે બેંકો 4 દિવસ સુધી સ્ટાફના અભાવે બંધ રહેવાની હોતાં લોકો પરેશાનીમાં મૂકાઇ ગયા છે.

માંડવી ચેમ્બર પ્રમુખ વાડીલાલ દોશી, ઉપપ્રમુખ પારસ શાહ, માનદ્દમંત્રી નરેન્દ્ર શાહ, ખજાનચી ચંદ્રસેન કોટક, જેન્તીલાલ શાહ, નવિન બોરીચા, મહેશ લાકડાવાલા, ભાવેશ પીઠડીયા સહિતના અગ્રણીઓએ ચૂંટણી ઓબ્ઝર્વરને કરેલી રજૂઆતમાં જણાવાયા મુજબ ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 9મીએ થવાનું છે ત્યારે પંચ દ્વારા એસબીઆઇ અને દેના બેંકનો મોટાભાગનો સ્ટાફ ચૂંટણી કાર્યવાહીમાં લેવાઇ ગયો હોવાથી બેંકો રવિવાર સુધી બંધ રહેવાની છે.

જો 2-3 કર્મચારીના હિસાબે સ્ટાફ લેવાયો હોત તો લોકોને પણ થોડી જરૂરી સેવાઓ મળી રહેત. ખાસ કરીને એટીએમ કેશલેસ થઇ જાય, લગ્નસરાની મોસમમાં મહિલાઓને લોકરમાં પડેલાં ઘરેણાંઓ પહેરવાના હોય. આવી બાબતો થોડી ધ્યાને લેવાઇ હોત તો લોકોને પરેશાનીનો સામનો કરવો પડત.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો