તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રવિવારે ટોડા ખાતે જૈન સમાજનાે 27મો સમૂહલગ્નોત્સવ ઉજવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવિવારે ટોડા ખાતે જૈન સમાજનાે 27મો સમૂહલગ્નોત્સવ ઉજવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે ટોડા ખાતે જૈન સમાજનાે 27મો સમૂહલગ્નોત્સવ ઉજવાશે

ભુજ: શાંતિજિનજૈન જાગૃતિ ગ્રૂપ મુંબઇ દ્વારા સમસ્ત જૈન સમાજનો 27મો સમૂહલગ્નોત્સવ તા.9 અને 10 ડિસેમ્બરના અરનાથધામ જૈન તીર્થ ટોડા ખાતે યોજાશે. જેમાં સજમાના 22 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. તા.9ના સવારે 7 કલાકે જાનૈયા-માનૈયાઓનું સ્વાગત, સવારે 9 કલાકે અમરનાથ મહાપુજન, બપોર મહાકાળી માતાજીની ભાવના, રાત્રે સમૂહ દાંડીયારાસ તેમજ તા.10/12ના સવારે 7:15 કલાકે કન્યાદાન પ્રદર્શન, ઉદઘટાન 8 કલાકે, વરરાજાઓનો વરઘોડો 10:15 કલાકે, હસ્તમેળાપ 1 કલાકે, સત્કાર અને અિભવાદન સમારોહ તથા બપોરે 3:30 કલાકે કનયા વિદાય કાર્યક્રમો યોજાશે. દરેક યુગલોન લગ્ન રજિસ્ટ્રીશન કરી આપવામાં આવે છે.

શારદામણીદેવીનીજન્મજયંતી ઉજવાશે

ભુજ: રામકૃષ્ણયુવક મંડળ-ભુજ દ્વારા મા શારદામણીદેવીની 165મી જન્મ જયંતી નિમિત્તે સંસ્થાના સુવર્ણ જયંતી ઉજવણી કાર્યક્રમ અંતર્ગત સંસ્કાર ખાતે રામકૃષ્ણ પ્રાર્થના મંદીરમાં તા.6/12 શનિવારના શાસ્ત્રોકત પુજન, પુષ્પાંજલી, ભજન સાંજે 6:30 કલાકે, સંધ્યા આરતી 7:15 કલાકે, વ્યાખ્યાન સાંજે 7:30 કલાકે, ત્યાર બાદ પ્રસાદનું આયોજન કરાયું છે. તા.10/12 રવિવારે સવારે 10 કલાકે વિવેકાનંદ બાલસંઘના બાળકોને સ્વેટર વિતરણ તેમજ સાંજે 5:30 કલાકે ઉચ્ચતર માધ્યમિ શાળાના વિદ્યાર્થીઓની બહેનો માટે ભજન સ્પર્ધા, ઇનામ વિતરણ ઉપરાંત ‘ભગીની નવેદિતા સ્વાધ્યામાળા’ પ્રોજેકટમાં ભાગ લેનાર શાળાઓને શિલ્ડ અર્પણ કરાશે. સાંજે 7:15 કલાકે સંધ્યા આરતી, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ખીચડી પ્રસાદ અપાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો