તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચુંટણીના પગલે ટ્રાફિક પોલીસ ધંધે લાગી, 8.73 લાખ દંડ વસુલ્યો, 987 વાહન ડિટેઇન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુંટણીના પગલે ટ્રાફિક પોલીસ ધંધે લાગી, 8.73 લાખ દંડ વસુલ્યો, 987 વાહન ડિટેઇન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામીવિધાનસભાની ચુંટણી અનુલક્ષીને પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લાના શહેર અને તાલુકામાં વિતારોમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતાં વાહન ચાલકો પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમા 11,325 વાહનોનું ચેકિંગ હાથ ધરાયું હતુ, અને 8,73,750 જેટલો સ્થળ પર દંડ વસુલી, 987 વાહનનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ચુંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહયા છે, ત્યારે આચાર સહિંતાનું ઉલંઘન થાય અને કાયદો વ્યવ્સથા જળવાઇ રહે તે હેતુંથી પશ્ચિમ કચ્છ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોના વિસ્તારમાં આવતા ગામો અને શહેરોમાં જિલ્લા ટ્રાફિક પોલીસે સઘન વાહન ચેકિંગની કાર્યવાહી શરૂ કરી છે, જેમાં 11,325 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને 8 લાખ 73 હજાર 750નો સ્થળ પર દંડ વસુલવામાં આવ્યો હતો, જ્યારે 19,56,100નો આરટીઓ દંડ ફટકારવામાં આવ્યો હતો, પોલીસ કાર્યવાહીમાં 4,081 વાહનો વિરૂધ એનસી કેસ નોંધાયા હતા, 987 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા, જેમા જાહેર માર્ગો પર બેફામ પણે વાહન હંકારી, શહેરમાં ભય ફેલાય તે રીતે વાહન ચલાવી બીજાની જીંદગીને જોખમ તેવા 30 વાહન ચાલકો વિરૂધ કાર્યવાહી કરી હતી, તો એમ.વી.એક્ટ 185 હેઠળ 19 વાહનો અને 788 સામે ઇ-ચલણની કાર્યવાહી કરી હતી, શહેરમાં જાહેરમાં માર્ગો પર ટ્રાફિકને અડચણ થાય તે રીતે આડે ધડ પાર્ક કરેલા 486 વાહનોનું ટોઇંગ કરી, વાહન ચાલકો પાસેથી દંડ ફટકારાયો હતો, તેવું પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પીએસઆઇ જે.એમ.જાડેજાએ જણાવ્યું હતું, ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરાયેલી કડક કાર્યવાહીથી ટ્રાફિક નિયમનો ભંગ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલા 74 ફોર વ્હીલરોને ડાયનેમિક લોક મારાયા

જાહેરમાર્ગો પર પોતાના વાહનો આડેધડ ઉભા રાખી ટ્રાફિક જામ કરતા 74 ફોર વ્હીલર વાહનનોને સથ્ળ પર ડાયનેમીક લોક મારવામાં આવ્યા હતા, અને વાહનનો ચાલક વિરૂધ આરટીઓના નિયમના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.

જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા 11,325 વાહનોનું ચેકિંગ હાથ ધરાયું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો