• Gujarati News
  • National
  • ભુજ ડાયેટમાં ચિત્રકામ કવિતા માર્ગદર્શન શિબિર યોજાઇ

ભુજ ડાયેટમાં ચિત્રકામ-કવિતા માર્ગદર્શન શિબિર યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાજિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં યોજાયેલા બાળ સર્જકો માટેના ચિત્રકામ-કવિતા માર્ગદર્શન શિબિરમાં બહોળી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.

જિલ્લાભરના ધો. 1થી 12ના છાત્રો માટે સ્વચ્છતા પખવાડિયા અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત યોજાયેલા કલા ઉત્સવમાં ચિત્રકામ અને કવિતાના સર્જન વિષયક માર્ગદર્શન શિબિર યોજાયો હતો. શિબિરનો આરંભ જિલ્લા શિક્ષણ નિરીક્ષક વસંત તેરૈયા, નાયબ જિ.પ્રા. શિક્ષણાધિકારી કમલેશ ખટારિયા સહિતના અગ્રણીઓએ દીપ પ્રાગટ્યથી કર્યો હતો.

શિબિર સંયોજક વ્યાખ્યાતા સંજય ઠાકરે શિબિરનો ઉદ્દેશ તાલુકા અને એસવીએસ ક્ક્ષાએ ઝળકી ઉઠેલા પ્રતિભાવાન બાળકલાકારોને વિશેષ માર્ગદર્શન મળે તે હોવાનું જણાવ્યું હતું. તજજ્ઞ તરીકે ચિત્રમાં જિગર સોની, પી.એમ. સોરઠીયા, રઘુભાઇ વસોયા તો કવિતા વિભાગમાં કનુભાઇ જોશી, નવિન ત્રિપાઠી, કાજલબેન ઠક્કરે સેવાઓ આપી હતી.

આયોજનમાં પ્રાચાર્ય ડો. દક્ષાબેન મહેતાના માર્ગદર્શનમાં અશ્વિન સુથાર, સમીર ચંદારાણા, મદનકુમાર ઠક્કર, પ્રકાશ તરાલ, ડો. બિંદુબેન પટેલ સહિતના જોડાયાં હતાં. વીઆરટીઆઇના ગોરધન પટેલે બાળકોને પુસ્તકો ભેટ આપ્યાં હતાં.

બાળસર્જકો માટે યોજાયેલા શિબિરમાં બાળકો ઉમટ્યાં

અન્ય સમાચારો પણ છે...