• Gujarati News
  • National
  • બન્નીના કેટલાંક ગામોમાં છેલ્લા દોઢ માસથી પાણીના ધાંધિયા

બન્નીના કેટલાંક ગામોમાં છેલ્લા દોઢ માસથી પાણીના ધાંધિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના બન્ની વિસ્તારના અમુક ગામોમાં છેલ્લા દોઢ માસથી પૂરતું પાણી મળતું હોવાથી લોકોની સાથે પશુઓની હાલત કફોડી બની છે. અંગે પાણી પુરવઠા વિભાગ સમક્ષ રજૂઆતો કરાઇ હોવા છતાં દાદ નથી મળતી તેવો આક્ષેપ આગેવાનોએ કર્યો છે.

સમસ્યા અંગે ગોરેવાલી પાણી સ્ટેશને રજૂઆત કરતાં ટાંકામાં પાણી નથી અથવા તો ઓછું છે, રણ ઉત્સવમાં પુરવઠો અપાય છે અથવા તો વિતરણ માટેનો કોઇ સમય નિશ્ચિત નથી તેવા ઉડાઉ જવાબો આપવામાં આવે છે. અંગે ભુજની પાણી પુરવઠા કચેરીમાં પણ રજૂઆત કરાઇ હોવા છતાં યોગ્ય પગલાં ભરાતાં નથી તેવો આક્ષેપ સિણિયાડોના મીતવા સાવલખાન હાજી જુમા, ઉડવાના મુતવા હફીઝુલ્લા, પનવારી ગામના મુતવા મીયાંખાન અને પટગારના મુતવા મેહરબાને કર્યો હતો.

પાણીનું નિયમિત વિતરણ થતું હોવાથી નાછૂટકે નાણા ખર્ચીને ટેન્કર મંગાવવા પડે છે તેવી રજૂઆત કરતાં અગ્રણીઓએ ઉમેર્યું હતું કે, ભીરંડિયારાથી ગોરેવાલી સુધીની લાઇનમાં ગેરકાયદે જોડાણ લેવાયાં છે તેમ ખુદ પાણી પુરવઠાના કેટલાક અધિકારીઓ કબૂલતા હોવા છતાં પગલાં ભરાતાં નથી પરિણામે બન્ની વિસ્તારના કેટલાક ગામોને સહન કરવું પડે છે.

પાણી પુરવઠા વિભાગ દ્વારા દાદ અપાતી હોવાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...