60 વર્ષિય વૃદ્ધને જૂની અદાવતે 5 જણાએ ધોકા-લાકડીથી માર માર્યો
શહેરમાંઆવેલી જિલ્લા કલેકટર કચેરી પાસેના રોડ પર ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતા 60 વર્ષિય વૃદ્ધને 5 જણાએ લાકડી-ધોકા વડે માર મારતા પગમાં ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હતી. વૃદ્ધને તાત્કાલીક સારવાર માટે જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અંગે પોલીસે પાંચેય શખસ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, શહેરમાં આવેલી કલેકટર કચેરીના સામેના રોડ પર રામજી રવજી સિયાણી ઉ.વ. 60 રહે. કેમ્પ વિસ્તાર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે જૂની અદાવતનું મન:દુખ રાખી સંતોષ રાઠોડ, હરીશ મોહનલાલ, ફારૂક રફીક, અભા શંકરલાલ અને સુરેશ મોહનલાલ ધોકા અને લાકડી વડે માર મારવાનું શરૂ કર્યું હતું.
જૂની અદાવતનું મનદુ:ખ રાખી પાંચેય શખસો ધોકા-લાકડી વડે રામજીભાઇને મારવાનું શરૂ કર્યું હતું. પગમાં ધોકા અને લાકડી વડે માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા રામજીભાઇને સારવાર માટે તાત્કાલીક જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બનાવ અંગે રામજી રવજી શિયાણીની ફરીયાદ પરથી પોલીસે પાંચયે શખસો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને પાંચેયની ધરપકડ કરવા ચક્રો ગતીમાન કર્યા હતા. રવજીભાઇ હાલ જી.કે. જનરલમાં સારવાર હેઠળ છે.
પગમાં ગંભીર ઇજાઓ થતા સારવાર માટે જી.કે. ખસેડાયો
કલેકટર કચેરી સામેના રોડ પર જાહેરમાં ધોકાવી નાખ્યો