Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જી.કે.જનરલ હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મોત
ભુજનારેલવે સ્ટેશન નજીકથી બુધવારે સાંજે માનવ જ્યોત સંસ્થાને ઠંડીથી ઠુઠવાતા 55 વર્ષીય માનસિક બીમાર અજ્ઞાત પુરૂષ મળી આવતાં તેનેજનરલ હોસ્પિટલ ખાતે દાખલ કરાવ્યો હતો, જેને તબીબોએ કઇ નથી કહી બહાર કાઢી મુક્યો હતો, બુધવારે સવારે અજાણ્યા શખ્સનું હોસ્પિટલની બેદરકારીથી મોત થતાં ચકચાર મચી હતી.
માનવ જ્યોતના સભ્યોને બુધવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં એક અજાણ્યો પૂરૂષ મળી આવ્યો હતો, જેણે 6 દિવસથી કઇ ખાધું હોવાથી અને તે ખાઇ શકતો હોવાથી તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને ત્યાં તબીબને બીમાર પુરૂષની સારવાર કરવા જણાવ્યું હતું, તબીબોએ તેને કઇ નથી થયું કહી દાખલ કરવાની જરૂર નથી તેવું જણાવી દીધુ હતું, પરંતુ સંસ્થાના સભ્યોએ દાખલ કરી તપાસ કરવાનું કહેતા અજાણયા શખ્સન દાખલ કરાયો હતો, દરમિયાન મોડી સાંજે અજાણ્યા બીમાર શખ્સને હોસ્પિટલમાંથી બહાર કાઢી મુકાયો હતો, અને તે ઠંડીમાં બહાર પડી રહ્યો હતો, બાબતે કોઇ માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધભાઇ મુનવરને ફોન કરી જણાવ્યું હતું કે, તમે દાખલ કરાવેલા દર્દીને હોસ્પિટલવાળાઓએ બહાર કાઢી મુક્યો છે અને તે ઠંઠીમાં કાંપી રહ્યો છે, તુરંત માનવ જ્યોતના પ્રબોધભાઇ અને અન્ય સંસ્થાના સભ્યોએ હોસ્પિટલના ડોકટરોને સંમજાવ્યા હતા કે શખ્સ માનસિક બીમાર છે અને 6 દિવસથી તે ખાઇ શકતો નથી, તમે લોકો આની સારવાર કરતો ત્યારે તબીબોએ દર્દીની સારવાર શરૂ કરી હતી, તબીબોએ કરેલી બેદરકારીના કારણે ગૂરૂવારે સવારે સાડા અગ્યાર વાગ્યે અજાણ્યા પુરૂષનું મોત નિપજ્યું હતું, તબીબોની બેદરકારી સબબ મેનેજમેન્ટ સમક્ષ ફરિયાદ કરવામાં આવશે તેવું માનવ જ્યોત સંસ્થાએ જણાવ્યું હતું, હોસ્પિટલમાં ગરીબ અને લાચાર દર્દીઓ સાથે થતા ગેરવર્તનની અનેકવાર ફરિયાદ ઉઠી છે.