વાગડ સાત ચોવીસી મહિલા મંડળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગડ સાત ચોવીસી મહિલા મંડળ

વાગડસાત ચોવીસી મહિલા મંડળ લાઇવ કુકીંગ શો તા. 8-12ના બપોરે 3થી 5 બોર્ડિંગ હોલમાં રાખેલ છે.

BAPSસ્વામિ. મંદીરની સત્સંગ સભા

ભુજઆરટીઓ રિલોકેશન સાઇટ, શેરી નંબર 9-10, રામેશ્વર બગીચામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદીરના સંતો દ્વારા તા.8-12ના શુક્રવારે રાત્રે 9 થી 10.30 દરમિયાન સત્સંગ પ્રવચનનો કાર્યક્રમ.

પીપીસીક્લબ મહિલા પાંખ

પીપીસીક્લબ મહિલા પાંખની બેઠક તા. 8-12-17ના સાંજે 5 વાગ્યે સંસ્થાના પ્રાંગણમાં તમામ સભ્યોની ઉપસ્થિતિમાં યોજાશે.

આજેભુજમાં મહારક્તદાન શિબિર

રોટરીક્લબ ઓફ ભુજ, એચડીએફસી બેંક અને લિયો ક્લબ ઓફ માધાપરના સંયુક્ત ઉપક્રમે આજે મહારક્તદાન શિબિરનું આયોજન કરાયું છે. ભુજ અને માધાપરની અનેક સંસ્થાઓ પણ જોડાઇ છે. રક્તદાન કેમ્પ સવારે 9.30 થી 1 વાગ્યા સુધી જ્યુબિલી ગ્રાઉન્ડ સર્કલ નજીક આવેલી એચડીએફસી બેંકની શાખામાં યોજાશે.

સ્વજનદ્વારા વિનામૂલ્યે દવા અપાશે

સ્વજનદ્વારા જરૂરીયાત મંદ દર્દીઓને ડોકટરની ચીઠ્ઠી મુજબ દવાઓ વિનામૂલ્યે સોમથી શનીવાર સવારે 10.30થી 1.30 અને સાંજે 5થી 8 હોસ્પિટલ રોડ મધ્યે ત્રણ દિવસની દવા અાપવામાં આવશે.

દરેકદર્દોની આર્યુવેદિક રીતે સારવાર

વનસ્પતિઓદવાઓ તથા આર્યુવેદિક દવાઓથી ડો. હાજી સાલેમામદ જત દ્વારા દરેક દર્દોની સવારે 10થી 1 માનવજયોત કાર્યાલય, લોહાર ચોક, ભીડ ગેટ મધ્યે તો બપોરે 4થી 6 માનવજયોત કલપતરૂ, વિજયનગર મધ્યે સારવાર ઉપલબ્ધ કરાઇ છે.

મેડીકલઇન્ફોર્મેશન સેન્ટર શરૂ

કવીઓજૈન મહાજન દ્વારા મેડીકલ ઇન્ફોર્મેશન સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. સોમથી શનિ 9થી 11 ફાલ્ગુનીબેન મહેતા (દંતરોગ નિષ્ણાંત)અને અશોકભાઇ ત્રિવેદી (હોમીયોપેથી), 11થી 1 અને 4:30થી 6:30 ડો. સુમન શાહ (દંતરોગ નિષ્ણાંત), 6થી 7 ડો. સત્યમ ગણાત્રા (આંખ રોગના) નિષ્ણાંત પોતાની સેવા આપશે. નવનીત નગર મધ્યે આવેલા પ્રેમીલાબેન પ્રેચમંચ સંઘવી સાર્વજનીક દવાખાના મધયે સોમથી શનિવાર સાંજે 5થી 8 ડો. મોહન ગઢવી પોતાની સેવા આપશે. રતનશી ભીમજી સાવલા રાહતદરે મેડીકલ સ્ટોર, ઓક્સીજન, એમ્બ્યુલન્સની સેવા આપશે.

ગુલઝારેમુસ્તફા ટ્રસ્ટ દર શુક્ર-શનિ અને રવિવારે મેડીકલ કેમ્પ

ગુલઝારેમુસ્તફા સાર્વજનીક ટ્રસ્ટ દ્વારા ભીડ શાળા નં. 3 મધ્યે દર ગુરુગાર, શુક્રવાર અને શનિવાર સવારે 11થી 5 વાગ્યા સુધી મેડીકલ કેમ્પ યોજાશે. જેમાં હકીમ ફકીરમામદ દ્વારા દમ, અસ્થમા, હઠીલા રોગો, કેન્સર, ડાયાબીટીસ સહિતના રોગોને ચકાસણી કરી દવા અપાશે. ગત સપ્તાહે યોજાયેલા કેમ્પમાં 360 દર્દીઓએ લાભ લીધો હતો.

એક્યુપ્રેશરનિ:શુલ્ક સારવાર કેમ્પ

જાયન્ટ્સગ્રુપ ઓફ ભુજ દ્વારા તા. 8-12ના જાયન્ટ્સ હોલ, હોસ્પિટલ રોડ, ભુજ મધ્યે સાંજે 4.30 થી 6 સુધી એક્યુપ્રેશર નિ:શુલ્ક સારવાર આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...