• Gujarati News
  • National
  • પીડિતાના પરિવાર સાથે મહિલા આયોગની બંધ બારણે બેઠક

પીડિતાના પરિવાર સાથે મહિલા આયોગની બંધ બારણે બેઠક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધૃણાસ્પદએવા દુષ્કર્મ પ્રકરણમાં મોડે-મોડે જાગેલી મહિલા આયોગના ચેરમેન સહિતની ટીમ શુક્રવારે નલિયા સ્થિત ઘટનાસ્થળે પહોંચી જરૂરી તપાસ બાદ કોઠારા ગામે રહેતી પીડિતાની માતા સાથે 30 મિનિટ સુધી બંધ બારણે ચર્ચા કરી હતી. ત્યારબાદ ચેરમેને તટસ્થાપૂર્વક નિરીક્ષણ કરી તપાસ રિપોર્ટ સરકારને સોપશે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું.

નલિયા દુષ્કર્મ ઘટનાના 16 દિવસ બાદ સફાળા જાગેલા મહિલા આયોગને જાણે પીડિતાની અચાનક ચિંતા થઇ ગઇ હોય તેમ શુક્રવારે આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયા અને તેમની ટીમ બપોરે નલિયા ગામે પહોંચી હતી. અહીં દુષ્કર્મનું એપીસેન્ટર એવી બબા શેઠની આઇડિયાની ઓફિસ, પાપલીલા જ્યાં રચાઇ હતી, તે વ્હાઇટ બંગલો સહિતની મુલાકાત લઇ તે સંબંધીત વ્યક્તિઓ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ ટીમ પીડિતાના કોઠારા ગામે પહોંચી તેના માતા-પિતા સાથે બંધ બારણે બેઠક કરી ઘટના સંબંધે ન્યાયિક પ્રક્રિયા માટેનું આશ્વાસન આપ્યું હતું. અંગે આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયાએ જણાવ્યું હતું કે, તટસ્થાપૂર્વક ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી નિષ્પક્ષ તપાસ રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપીશ.

મહિલા આયોગની ટીમ નલિયામાં

મહિલા આયોગે ઘટનાસ્થળની તેમજ પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી

દુષ્કર્મીઓ ભાજપના, મહિલા આયોગ ભાજપનું તો તપાસ કેવી તે મુદ્દે ઉઠેલો સવાલ

અન્ય સમાચારો પણ છે...