• Gujarati News
  • National
  • વિદ્યાસહાયકોને ચાલુ માસથી પગાર વધારાનો લાભ મળશે

વિદ્યાસહાયકોને ચાલુ માસથી પગાર વધારાનો લાભ મળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્ય સરકારે ફિક્સ પગારના કર્મચારીઓના પગાર વધારાનો પરિપત્ર બહાર પાડ્યો છે, જેથી ફેબ્રુઆરીથી પ્રાથમિક શાળાઓના વિદ્યા સહાયકોને પગાર વધારાનો લાભ મળતો થઇ જાય એવા સંજોગો સર્જાયા છે.

રાજ્ય સરકાર દ્વારા ફ્રિકસ પગારમાં ફરજ બજાવતા વિવિધ કેડરના કર્મચારીઓના પગારમાં વધારો કરવાીન જાહેરાત કરાઇ હતી. જેના અનુસંધાને નાણા વિભાગે પરિપત્ર બહાર પાડી ફેબ્રુઆરી-2017થી પગાર વધારો કર્યો છે. પગાર વધારાનો લાભ કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયકોને પણ મળશે. વિશેષ માહિતી આપતા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રામસંગજી જાડેજા તથા રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ વિદ્યાસહાયકોને માસીક 11500 રૂપિયા પગાર મળે છે. પરંતુ ચાલુ ફેબ્રુઆરી માસથી તેમને 19950 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. આમ પગારમાં કુલ રૂપિયા 8450નો ફાયદો થશે. પગાર વધારાથી વિદ્યાસહાયકોમાં આનંદની લાગણી વ્યાપી છે. આથી કચ્છ જિલ્લાની ગ્રૂપ શાળાના તમામ આચાર્યએ ચાલુ ફેબ્રુઆરી માસથી વિદ્યાસહાયકોનો પગાર રૂા. 19950 અંકારી તેમાંથી 200 રૂપિયા વ્યવસાય વેરા પેટે કાપી બિલો સબંધિત તાલુકા પંચાયત કચેરીની શિક્ષણ શાખામાં રજુ કરવા જિલ્લા શિક્ષક સમાજના મહામંત્રી ભુપેશ ગોસ્વામી તથા કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે હવેથી ફિક્સ પગાર પર મળતું ખાસ ભથ્થું બંધ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...