• Gujarati News
  • National
  • રાજ્યસ્તરનો મીડિયા નલિયાકાંડનું કવરેજ કરવા કચ્છમાં

રાજ્યસ્તરનો મીડિયા નલિયાકાંડનું કવરેજ કરવા કચ્છમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસ્તરનો મીડિયા નલિયાકાંડનું કવરેજ કરવા કચ્છમાં

કચ્છ પ્રવાસન ક્ષેત્ર શિરમોર બની ગયું છે અને દાયકાથી રાજ્ય અને દેશ કક્ષાના કાર્યક્રમો, મીટ થતાં રહેતાં હોય છે. વડાપ્રધાન કે મુખ્યમંત્રીની હાજરીમાં અવારનવાર યોજાતા સમારોહમાં રાજ્યસ્તરનો મીડિયા પહોંચી આવે છે. તો કચ્છમાં આવી પડતી આપત્તિ વખતે પણ નેશનલ મીડિયા સુદ્ધાં ધસી આવે છે. 16 દિવસથી પ્રકાશમાં આવેલા નલિયા સામૂહિક દુષ્કર્મકાંડે હવે મોટું સ્વરૂપ લઇ લીધું છે, ત્યારે તેનું કવરેજ લેવા માટે સ્થાનિક પ્રતિનિધિઓ ઉપરાંત તેમના રાજ્યના કોરસ્પોન્ડેટ કે સિનિયર્સ પણ ભુજ અને નલિયા સુધી પહોંચ્યા છે. ભુજમાં ભાજપ દ્વારા યોજાતી પ્રેસ કોન્ફરન્સમાં બે દિવસથી ન્યૂઝ ચેનલોનો રીતસરનો જમાવડો થયો હતો અને નલિયાકાંડ અંગે સરકાર અને સ્થાનિક તંત્રની કાયદાકીય ભૂમિકા વિશેના પ્રશ્નોનો મારો ચલાવાયો હતો. તસવીર: મયૂર ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...