તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રવિવારે બરેલી એકસપ્રેસ ભુજથી ઉપડી: મંગળવારે પણ કરાઇ રદ

રવિવારે બરેલી એકસપ્રેસ ભુજથી ઉપડી: મંગળવારે પણ કરાઇ રદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાછલા 2 માસથી સતત મોડી પડતી અને મોડી પડવાના રેકોર્ડ સર્જતી બરેલી એકસપ્રેસ ટ્રેનના શીડયુઅલને વ્યવસ્થિત કરવા માટે રેલવેતંત્રે ફરી એકવાર અખતરા કરવાના શરૂ કર્યા છે.

રેકની ઓછી ઉપલબ્ધીના કારણે બરેલી એકસપ્રેસને શનિવારે બરેલીથી કેન્સલ કરાયા બાદ રવિવારે ટ્રેન ભુજથી પણ ઉપડી નહોતી. રવિવારે બરેલીથી ઉપડનારી ટ્રેન સોમવારે પહોંચ્યા બાદ સોમવારે ટ્રેનને ભુજથી રવાના કરાશે. તો મંગળવારે ભુજથી બરેલી આલા હઝરત એકસપ્રેસ ટ્રેનની ટ્રીપને કેન્સલ કરી દેવાઇ હતી.

સતત મોડી પડતી ટ્રેનના શીડયુઅલને વ્યવસ્થિત કરવા માટે રેલવેતંત્રે થોડા સમય પૂર્વે પણ આવીજ રીતે ટ્રેનની એક ટ્રીપ કેન્સલ કરી હતી. પણ તે બાદ ટ્રેન મોડી પડવાના સીલસીલામાં કોઇ જાજો ફેર પડયો નહોતો. ઉલ્ટાનું કયારેક તો ટ્રેન 20થી22 કલાક જેટલી મોડી પડવા લાગતા પ્રવાસીઓ રીતસરના રઝળી પડયા હતા.

હવે ફરી એકવાર ટ્રેનની 2 ટ્રીપને કેન્સલ કરવાનો અખતરો શરૂ કરી ટ્રેનના શિડયુઅલને ગોઠવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. હવે પ્રયાસ કેટલો સફળ રહેશે તે તો આવનારા સમયમાં જોવું રહ્યું.

મંગળવારે ઉપડતી આલા હઝરત એક્સપ્રેસ ટ્રેન રદ્દ

ટ્રેનના શીડયુઅલને ગોઠવવા માટે ફરી અખતરા શરૂ

અન્ય સમાચારો પણ છે...