• Gujarati News
  • રાજ્યના 237 તાલુકા ધીમીધારના હેતથી તરબોળ

રાજ્યના 237 તાલુકા ધીમીધારના હેતથી તરબોળ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાંવિતેલાં ત્રણ દિવસથી આકાશમાં અડિંગો જમાવનારા કાળાડિંબાગ વાદળોએ ધીમીધારે વરસીને ગ્રામ્યમાં ખેડૂતોને હાશકારો તો શહેરી વિસ્તારમાં શીતળતાની લહેરખી પ્રસરાવી છે. તેમાંય સોમવારે મેઘરાજાએ 10 કલાકમાં કચ્છના નખત્રાણામાં 141 મીમી અને બનાસકાંઠાના સૂઈ ગામમાં 170 મીમી પાણી વરસાવી દીધું હતું. દિવસ દરમિયાન 237 તાલુકામાં વરસાદ ધીમી ધારે નોંધાયો હતો. 26મી જુલાઈના સવારના 8થી સોમવારે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યનો એક પણ તાલુકો એવો રહ્યો નથી, જ્યાં મેઘરાજાએ અમીવૃષ્ટિ વરસાવી હોય. ફલડ કન્ટ્રોલ ગાંધીનગર ખાતેથી પ્રાપ્ત વિગતો મુજબ ચાલુ વર્ષે રાજ્યમાં ચોમાસાનો કુલ વરસાદ 41.59 ટકા નોંધાઈ ચૂક્યો છે.

સર્વત્ર વરસાદ | રાજ્યનો એક પણ તાલુકો એવો રહ્યો નથી, જ્યાં મેઘરાજાએ અમીવૃષ્ટિ વરસાવી હોય

રાજ્યમાં વરસાદી માહોલમાં આફતનું ત્રાટક : કુલ 5ના મોત

બૌધાનના પરિવારની કાર કોઝ-વેમાં તણાઈ : 1નું મોત