• Gujarati News
  • National
  • બન્ની પચ્છમમાં 6 ઇંચ ખાબકતાં ડૂબ જેવી હાલત

બન્ની પચ્છમમાં 6 ઇંચ ખાબકતાં ડૂબ જેવી હાલત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બન્નીપચ્છમમાં પડેલા પાંચથી 6 ઇંચ જેટલા વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યાં હતા, જેના કારણે અનેક ગામોમાં ડૂબ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. લુડવાથી લોરિયાના માર્ગે કોઇ અગમ્ય કારણોસર 10થી 12 પશુ મોતને ભેટ્યાં હતાં.

ભુજ તાલુકાના ભીરડિંયારા, સાડાઇ, સરગુ, જુણાવાંઢ સહિતના ગામો ડૂબમાં આવી ગયાં હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ખાવડા પંથકના લુડિયા, દિનારા, ધ્રોબાણા, કુરન, કોટડા, ધોરાવર, જામકૂનરિયા, તુગા, જૂણા વગેરે ગામોમાં ભારે વરસાદ પડતાં મોટા ભાગના ઢોરવાડા બંધ થવાથી તૈયારીમાં છે. લોકો હવે ખમૈયા થાય તો ખેતીમાં જોતરાવવાની રાહમાં છે.

ખાવડાનો આસિસર ડેમ, તુગાનો લખણિયા ડેમ અને અંધૌ ડેમ ઓગની ગયા હતા, જ્યારે રતડિયાના બાંડી ડેમમાં 10 ફૂટ પાણી આવ્યું હતું. તુગામાં સાડા ત્રણ ઇંચ વરસાદ થયો હોવાનું કહેતા સિધિકભાઇ સમાઅે ડુંગરાળ વિસ્તારમાં ધોધમારના કારણે બે મોટા ડેમ અોગની ગયા હોવાનું ઉમેર્યું હતું. ધ્રોબાણા વિસ્તારમાં મોટા ભાગના તળાવો છલકાઇ ગયા હોવાનું અને કાળા ડુંગરની બધી નદી વહી નીકળી હોવાનું સધાક સમાએ જણાવ્યું હતું.

બન્નીના સોયબભાઇ મુતવાના જણાવ્યા પ્રમાણે ગોરેવાલી, મીઠડી, ધોરડો, હોડકા, ડુમાડો તેમજ મોટા ભાગના બન્ની વિસ્તારમાં 7 ઇંચ જેટલી મેઘમહેર થઇ હતી. લુડિયાથી લોરિયા સુધીના માર્ગે 10થી 12 પશુ મૃત હાલતમાં જોવા મળ્યાં હતાં, જેનો આંક વધુ ઊંચો જવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...