ભુજ 5.5 ઇંચથી તરબતર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંરવિવારે રાતે ધીમીધારે વરસેલો વરસાદ સોમવારે સાંજે થંભ્યો હતો, દરમિયાન સાડા પાંચ ઇંચ પાણી પડી જતાં શહેરના હ્ય્દયસમા હમીરસરમાં આંખને ઠારે તેટલું પાણી આવતાં લોકો મેઘોત્સવ મનાવવા નીકળી પડ્યા હતા.

અવિરત મેઘવૃષ્ટિને કારણે શહેર આખું તરબતર બન્યું હતું. શહેરીજનોએ વરસાદમાં ભીંજવાની તથા ગરમાગરમ મકાઇના \\\"ભૂટા\\\' તથા ભજિયાની મજા પણ માણી હતી, બીજી બાજુ દર વખતની જેમ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરવાની, કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાથી તેમજ ટ્રાફિકજામ થવાની સમસ્યાઓ પણ સર્જાઇ હતી. રાત વચ્ચે લગભગ એક ઇંચ, જ્યારે સવારથી સાંજ સુધી વધુ 4.5 ઇંચ વર્ષા થઇ હતી. સંજોગનગર, જૂની જેલ પાસે મચ્છીયારા ફળિયા, કૈલાસનગરની કેટલીક લાઇનોમાં તેમજ રાતે ભાનુશાલી નગરમાં પણ મકાનો અંદર પાણી આવ્યા હતા.

ભુજમાં મેઘોત્સવના કારણે ભારે ટ્રાફિક જામ થયો હતો.

વધુ વર્ષામાં તંત્ર સુસ્ત રહે તો 2011 જેવું થાય

નીચાણવાળાઘણા વિસ્તારમાં, અનેક કોલોનીઓ અને માર્ગો પર પાણી ભરાતા કલેક્ટર મહેન્દ્ર પટેલ શહેરના રાઉન્ડ અપમાં નીકળ્યા હતા, પણ નગરપાલિકા સહિતના સંલગ્ન તંત્રોમાં સરેઆમ \\\"સુસ્તી\\\' દેખાતાં કેટલાંક નાગરિકોએ જો હજુ ભારે વરસાદ થાય અને તંત્ર આવી રીતે બેદરકાર રહે તો 2011માં આવેલા પુર જેવી ગંભીર સ્થિતિ સર્જાવાનો ભય વ્યક્ત કર્યો હતો.

લોકો હમીરસર કિનારે મેઘોત્સવ ઉજવવા નીકળી પડ્યા