• Gujarati News
  • National
  • ભુજમાં BOIના કર્મીઓનું અધિવેશન મળ્યું

ભુજમાં BOIના કર્મીઓનું અધિવેશન મળ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેંકઓફ ઇન્ડિયા સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ બ્રાન્ચીઝ સ્ટાફ યુનિયનનું 49મું અધિવેશન ભુજ ખાતે મળ્યું હતું.

અધિવેશનના પ્રથમ દિવસે પ્રમુખ કપીલ મહેતાના પ્રમુખ પદે 126 શાખાના પ્રતિનિધિઓની બેઠક મળી હતી. બેઠકમાં કિરીટ ઓઝા દ્વારા ત્રણ વર્ષનો અહેવાલ અપાયો હતો. અહેવાલ પરની ચર્ચામાં મુખ્યત્વે પંકજ શિંગાળા, પુનિત જોષી, જામનગરના કે.એલ. શેઠ વગેરેએ ભાગ લઇ કપરા સંજોગ પણ મહામંત્રી દ્વારા કરવામાં આવેલા પ્રવૃત્તિની નોંધ લઇ કામગીરને બિરદાવેલી, ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષના ઓડિટેડ હિસાબો ખજાનચી અરવિંદ ચૌહાણ દ્વારા રજૂ કરવામાં આવેલા હતા.

અધિવેશનમાં ખાસ હાજર રહેલા ફેડરેશન ઓફ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ યુનિયનના મહામંત્રી દિનેશભાઇ ઝા લલ્લત તથા ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મંત્રી નરેન્દ્ર દવે હાજર રહ્યા હતા.

અધિવેશનના કાર્યક્રમ અંતર્ગત આગામી 3 વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂક કરતાં પ્રમુખ તરીકે કપીલભાઇ મહેતા, કાર્યવાહક પ્રમુખ તરીકે પ્રકાશભાઇ જે., કમલેશભાઇ શેઠ, મહામંત્રી કિરીટભાઇ ઓઝા, દિલીપભાઇ જોષી, ખજાનચી અરવિંદભાઇ ચૌહાણની સર્વાનુમતે વરણી કરવામાં આવેલી હતી. કચ્છ જિલ્લા મંત્રી તરીકે બી.સી. કોંઢિયાની નિમણૂક કરવામાં આવેલી હતી.

અન્ય સમાચારો પણ છે...