તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માધાપરમાં ઇકો ક્લબ શાળાનો રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો

માધાપરમાં ઇકો ક્લબ શાળાનો રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ-ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજ દ્વારા વિકલાંગ વિદ્યાવિહાર સંકુલ માધાપર ઇકો ક્લબ સ્કૂલ એક્ટિવિટી સંદર્ભે રાજ્યકક્ષાએ ત્રિદિવસીય વર્કશોપ યોજાયો હતો, રાજ્યના 60 વ્યાખ્યાતા, શિક્ષકો જોડાયા હતા.

પ્રાથમિક શાળાકક્ષાએ સંદર્ભે વૃક્ષારોપણ, વૃક્ષ ઉછેર, બાગાયત, ઔષધબાગ, જળસંચય વગેરે સંદર્ભે પ્રેઝન્ટેશન સાથે પ્રાયોગિક કાર્ય દર્શાવાયું હતું. ઉદ્દઘાટન સમારોહમાં જી.સી.ઇ.આર.ટી.ના રીડર એચ.એન. દાફડા, જિલ્લા શિક્ષણાધિકારી ડો. મુકેશભાઇ પટેલ, જી.સી.ઇ.આર.ટી.ના રિસર્ચ એસોસિયેટ ડો. વિજયભાઇ પટેલ, પર્યાવરણપ્રેમી પ્રહલાદસિંહ ગોહિલ, માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઇ મુનવર, નવચેતન અંધજન મંડળના હિમાંશુભાઇ સોમપુરાએ હાજર રહી પર્યાવરણીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. ડાયેટ પ્રાચાર્ય અશ્વિનભાઇ પટેલે આવકાર આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન અને કચ્છનો પરિચય વ્યાખ્યાતા સંજયભાઇ ઠાકરે આપ્યો હતો. વર્કશોપનું સંચાલન ડબ્લ્યુ.ઇ. શાખાના વ્યાખ્યાતા ઉમાબેન તન્ના અને અશ્વિનભાઇ સુથારે સંભાળ્યું હતું. વર્ષ 2014-15થી પ્રાથમિક શાળાઓમાં ઇકો ક્લબની ગ્રાન્ટ વધારી એક હજાર રૂપિયા કરાઇ છે.

એલ.ડી. શાહ, ગોરધનભાઇ પટેલ (કવિ), કોમલભાઇ સાવલા શિબિરાર્થીઓ સાથે જોડાયા હતા. સમાપન કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકીએ ઇકો ક્લબ પ્રવૃત્તિમાં નાવીન્યસભર પ્રવૃત્તિઓની વાત કરી હતી. ઇકો ક્લબની પ્રવૃત્તિઓને શાળાઓમાં ધબકતી કરવા અનુરોધ કર્યો હતો. ગણેશભાઇ ચૌધરી માધાપરે પ્લાસ્ટિકમુક્ત સમાજની વાત મૂકી હતી.

રાજ્યકક્ષાના વર્કશોપમાં જોડાયેલા નિષ્ણાતો નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...