પ્રથમ મહિલા ઓપન બાસ્કેટ બોલ ટૂર્નામેન્ટ
પ્રથમ મહિલા ઓપન બાસ્કેટ બોલ ટૂર્નામેન્ટ
ભુજની મહિલા કોલેજમાં સ્પોર્ટસ સોશ્યલ કલબ દ્વારા પ્રથમ વખત ઓપન મહિલા બાસ્કેટ બોલ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. સ્પર્ધામાં 11 ટીમોએ ભાગ લીધો હતો. જેની ફાઇનલ મેચમાં મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજની એ-ટીમ વિજેતા બની હતી.આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ કે.કે. હિરાણી ઉપરાંત કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જાદવજી વરસાણી, આર.એસ. હિરાણી, સંજય ઉપાધ્યાયએ માર્ગદર્શન આપ્યું હતું. / મયૂરચૌહાણ