• Gujarati News
  • કચ્છમાં 100થી વધુ ગામમાં હજુ અંધારા ઉલેચાયા નથી

કચ્છમાં 100થી વધુ ગામમાં હજુ અંધારા ઉલેચાયા નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છભરમગુરૂવારે મહદઅંશે વીજ પુરવઠો પૂર્વવત થઇ ગયો હોવા છતાં અંતરિયાળ અને પાણી ભરાયેલાં હોય તેવાં 100 જેટલાં ગામમાં અંધારાના ઓળા હટ્યા નથી. જિલ્લામાં વીજ માળખાને વ્યાપક પ્રમાણમાં થયેલાં નુક્સાનના પગલે પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર ભુજ ધસી આવ્યા હતા અને બાકી રહી ગયેલા વિસ્તારોમાં ત્વરાએ વીજ પુરવઠો ચાલુ થાય તે માટે તાકીદ કરી હતી.

ગુરૂવારે સૌરાષ્ટ્રની 140 જેટલી ટુકડીઓ મરંમતમાં જોતરાતાં હવે 101 જેટલાં ગામોમાં પાવર સપ્લાય શરૂ કરવાનો બાકી રહી ગયો છે ગામો પૈકી ખડિરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાયેલાં હોવાથી મરંમત કામ હાલે કાબૂ બહાર જણાઇ રહ્યું છે પણ તે સિવાયના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આજે શુક્રવારે સાંજ સુધી વીજ પુરવઠો પુન: શરૂ થઇ જશે. ભુજ આવી પહોંચેલા એમડી સંદીપકુમારે સ્થિતિની સમીક્ષા કરીને તમામ મદદ પૂરી પાડવા સંબંધિતોને સુચના આપી હતી. ભુજની વર્તુળ કચેરીના કાર્યપાલક ઇજનેર મેઘાણીએ ઉમેર્યું હતું કે, બે દિવસમાં 800 જેટલા વીજ પોલ બહારથી આવી ગયા છે અને એટલીજ સંખ્યામાં આગામી બે દિવસમાં જથ્થો આવી જશે. અમરેલીથી વધુ ટીમો આવી પહોંચશે.