• Gujarati News
  • કચ્છના લિગ્નાઇટના ભાવોમાં ખાસ્સો ઘટાડો

કચ્છના લિગ્નાઇટના ભાવોમાં ખાસ્સો ઘટાડો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખપતતાલુકાના ઉમરસર અને માતાના મઢની ખાણોમાંથી નીકળતા લિગ્નાઇટના ભાવોમાં જી.એમ.ડી.સી.એ ઘટાડો જાહેર કર્યો છે.

ઉમરસર ખાણના લિગ્નાઇટનો ભાવ એક ટનનો રૂા. 2234 છે, તેમાં રૂા.700નો તેમજ મઢ ખાણના લિગ્નાઇટનો ટનનો ભાવ 2057 છે, તેમાં રૂા.740નો ઘટાડો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય ગુજરાત ખનિજ વિકાસ નિગમ (જીએમડીસી)ની બોર્ડ મીટિંગમાં લેવાયો છે, જેના કારણે લિગ્નાઇટ વાપરતા ઉદ્યોગોમાં કચ્છના લિગ્નાઇટની માંગ વધશે અને તેથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ફાયદો થશે.

રાજ્યના સંસદીય સચિવ વાસણભાઇ આહિરે ભાવ ઘટાડવા બદલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસો. વતી મુખ્યમંત્રી આનંદીબેન અને ઉજામંત્રી સૌરભ પટેલ તરફ કૃતઘ્નતા દર્શાવતાં ઉમેર્યું હતું કે, ઐતિહાસિક નિર્ણયથી કચ્છના લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વધુ કામ મળતાં ક્ષેત્રે વધુ રોજગારીનું નિર્માણ થશે.