• Gujarati News
  • National
  • ભુજ |માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી

ભુજ |માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વરસાદી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વરસાદી અસરગ્રસ્ત લોકોને ફુડ પેકેટોનું વિતરણ કરાયું હતું. સંસ્થાએ 5 હજાર પેકેટ બનાવીને તૈયાર રાખ્યા હતા, જે પરિવારો સવારથી ચૂલો પેટાવી શક્યા નથી, તેવા પરિવારોને ત્યાં ફૂડ પેકેટો પહોંચ્યા હતા.વરસાદી પાણી ભરાઇ ગયેલા વિસ્તારોમાં માનવજ્યોતની ટીમ પહોંચી હતી. ભીમરાવનગર, આશાપુરાનગર, હંગામી આવાસ, ભુજ-માધાપર માર્ગે ઝૂંપડાઓમાં રહેતા પરિવારો ફુડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા વરસાદી પાણીથી અસરગ્રસ્ત બનેલા લોકો જ્યાં આશ્રય લઇ રહ્યા છે, તેવા સ્થળોએ જઇ ખારાભાતનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિતરણ વ્યવસ્થા માનવજ્યોત સંસ્થાની ટીમે સંભાળી હતી.

સ્વામિ. મંદિર અને માનવજ્યોતે 5 હજાર ફૂડ પેકેટોનું વિતરણ કર્યું

અન્ય સમાચારો પણ છે...