• Gujarati News
  • National
  • ભુજ પાલિકાએ કર્મચારીઓને હજી નથી આપ્યું ફૂડ એલાઉન્સ

ભુજ પાલિકાએ કર્મચારીઓને હજી નથી આપ્યું ફૂડ એલાઉન્સ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજપાલિકા સામે કર્મચારીઓને અનેક ફરિયાદો છે, જેમાં ગ્રેજ્યુઇટીથી લઇને કાયમી કરવાનો પ્રશ્ન હોય કે, પગાર વધારવાની માંગ હોય, તે વચ્ચે વધુ એક ફરિયાદ ઊભી થઇ છે. સરકારના નિયમ મુજબ નક્કી કરાયેલા વર્ગના કર્મચારીઓને નિયત કરાયેલી રકમ ફૂડ એલાઉન્સ રૂપે અપાતી હોય છે, જે માર્ચમાં અપાતી હોય છે, પણ વર્ષે રકમ માર્ચમાં તો નથી મળી, પણ તે બાદ કરાયેલા ઓર્ડર છતાં હજી સુધી મળતાં રોષ ફેલાયો છે.

અંગે મળતી માહિતી મુજબ અનાજ ભરવાની સીઝન ખાસ કરીને ઘઉં ભરવાની સીઝન સમયે સુધરાઇ દ્વારા કર્મચારીઓને રૂા. 5 હજારની આસપાસ ફૂડ એલાઉન્સ પેટે અપાતા હોય છે, જેમાં વર્ગ-4 તથા અન્ય કર્મચારીઓનો સમાવેશ થતો હોય છે, પરંતુ વર્ષે માર્ચ માસ ગયા બાદ એલાઉન્સ આપવાના ઓર્ડર 3 માસ પહેલાં થઇ ગયા છતાં હજી સુધી પગારમાં રકમ જમા થતાં રોષ ફેલાયો છે.

રેઇનકોટ કે અન્ય સુરક્ષાના સાધનો નથી અપાયા

ભારેવરસાદ હોય કે સામાન્ય વરસાદ ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓને પાલિકાઓ દ્વારા રેઇનકોટ, ટોર્ચ સહિત અન્ય સુરક્ષા-સલામતીના સાધનો પૂરા પાડવાના હોય છે, પરંતુ તે કેટલાય વર્ષોથી અપાયા નથી. ભારે વરસાદમાં લોકોના બચાવ તથા સ્થિતિને કાબૂમાં લેવા કર્મચારીઓ કામ કરતા હતા. રેઇનકોટ વગર ગરીબ કર્મચારીઓ રીતસરના હાલાકીમાં જોવા મળ્યા હતા. નવાઇ વચ્ચે બજેટમાં માટે રકમ ફાળવાતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...