• Gujarati News
  • National
  • આરટીઓ પાસે ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવ્યું

આરટીઓ પાસે ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાઆરટીઓ રિંગ રોડ પર આવેલા પાલિકાના પાણીના ટાંકા પાસેથી ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. બનાવને પગલે માનવજ્યોત સંસ્થા અને પોલીસને જાણ કરવામાં આવી હતી, જેણે નવજાત શિશુને હોસ્પિટલ ખસેડી તરછોડી દેનારી જનેતાની શોધખોળ હાથ ધરી છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભુજના આરટીઓ રિંગરોડ પર પાલિકાના પાણીના ટાંકા પાસે સાંજના સમયે કોઇ પોતાનું પાપ છૂપાવવા ચારથી પાંચ માસના તાજા જન્મેલા શિશુને ખાડો ખોદી મૂકી નાસી ગયા હતા. થોડી ક્ષણોમાં નવજાત શિશુએ દમ તોડી દીધો હતો. તેવામાં સાંજના સમયે કૂતરાઓ ખાડામાંથી કંઇક બહાર કાઢવા પ્રયત્ન કરતા હોવાથી ફરજ પરના કર્મચારીનું ધ્યાન જતા તપાસ કરી હતી. સમયે નવજાત શિશુ હોવાનું બહાર આવ્યું હતું, જેથી તાત્કાલિક માનવજ્યોત સંસ્થાનો સંપર્ક કર્યો હતો. જેને પગલે પ્રબોધ મુનવર સહિતના આગેવાનો દોડી ગયા હતા. સાથોસાથે બી ડિવિઝન પોલીસને પણ વાકેફ કરી હતી. પોલીસ અને સંસ્થાના આગેવાનોએ તાત્કાલિક શિશુને હોસ્પિટલ ખસેડ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક શિશુ ચાર-પાંચ માસનું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બનાવની નોંધ કરી તરછોડી દેનારી મહિલાની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...