• Gujarati News
  • National
  • ઇન્દિરાબાગ દાયકાઓ બાદ વેરાન નહી, પરંતુ સુંદર ભાસી રહ્યો છે

ઇન્દિરાબાગ દાયકાઓ બાદ વેરાન નહી, પરંતુ સુંદર ભાસી રહ્યો છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેટલાય સમયથી સુંદરતા ખોઇ દેતા અવરજવર સદંતર બધ હતી

ભુજમાંવી. ડી. હાઇસ્કૂલ સામે વર્ષો જૂનો ઇન્દિરા બાગ આવેલો છે, જે છેલ્લા 3-4 દાયકાથી સુંદરતા ખોઇ બેઠો હતો, જેથી લોકોની અવરજર સદંતર બંધ થઇ હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી છોડ અને વૃક્ષોની માવજત થઇ રહી છે, જેથી સુંદર ભાસી રહ્યો છે અને લોકો પણ આકર્ષાઇ રહ્યા છે.

પાંચેક દાયકા પહેલા કોલોની વિસ્તારના રહેવાસીઓ માટે ઇન્દિરા બાગમાં ફરવાનો સ્થળ હતો, જેમાં બાળકો માટે રમતગમતના સાધનો પણ રખાયા હતા, પરંતુ છેલ્લા 3-4 દાયકાથી ઇન્દિરા બાગ તરફ નગરપાલિકાએ ધ્યાન આપવાનું બંધ કરી દીધું હતું, જેથી ધીરે ધીરે અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયો હતો. જે દરમિયાન ભુજ નગરપાલિકાની કચેરી બગીચામાં ખસેડવાની અથવા તો પાર્ટી પ્લોટ બનાવવાની ગતિવિધિ શરૂ થઇ ગઇ હતી, પરંતુ વિરોધ થતા સમયના પદાધિકારીઓના મનસુબા ઉપર પાણી ફરી વળ્યું હતું. ત્યારબાદ બગીચાની કોઇ સંભાળ લીધી હતી, પરંતુ નવી બોડીએ સાફ સફાઇ કર્યા બાદ ઘાસ અને છોડ વાવવાનું શરૂ કર્યું છે, જેથી આંખ ઠારતી લીલોતરી દેખાઇ રહી છે. બાગ બગીચા સમિતિના ચેરપર્સન બિંદીયાબેન ઠક્કરે જણાવ્યું હતું. ટૂંક સમયમાં સવારે અને સાંજે હળવી કસરતો કરવાના સાધનો પણ મૂકાશે.

બગીચો ખંડેર હાલતમાંથી લીલું છમ અને સ્વચ્છ બન્યું

શહેરીજનો સવારે અને સાંજે હળવી કસરત કરી શકે તે માટે સાધનો પણ મૂકવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...