અંજલીનગર પાસે વધુ એક આગનો બનાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંઅંજલીનગર પાસે જંગલખાતાની વાડીમાં રવિવારના બપોરે આગ લાગી હતી, જેને ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે 1 કલાકમાં બુઝાવી દીધી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ બપોરના 11 વાગ્યે આગની જ્વાળાઓએ બાવળિયાઓને લપેટ્યા હતા, જેથી ફાયર બ્રિગેડના વડા અનિલ મારૂએ પ્રદીપ ચાવડા, જયંતી, પરાગ જેઠી સહિતની ટીમને ઘટના સ્થળે મોકલ્યા હતા. જેમણે લગભગ 12.15 વાગ્યા સુધી સતત પાણીનો મારો ચલાવ્યો હતો, જેથી એકાદ કલાકમાં આગની પ્રસરતી અટકાવી દેવાઇ હતી. જોકે, આગ લાગવા પાછળનો કારણ જાણી શકાયો નથી.

ઉનાળામાં આગના બનાવો વધ્યા

સામાન્યરીતે શિયાળો શરૂ થવાનો હોય ત્યારે નવરાત્રિ બાદ દિવાળીની આસપાસ આગ લાગવાની ઘટના વધી જતી હોય છે. માર્ચ એન્ડિંગમાં તો ખાસી એવી નોંધાતી હોય છે. હવે ભરઉનાળો છે ત્યારે ખાસ કરીને બાવળિયા અને ઝાળી ઝાંખરામાં આગના બનાવો વધવા લાગ્યા છે. જોકે, કોઇ મોટી આગ લાગી નથી કે આગની મોટું નુકશાન પણ નોંધાયું નથી.

આગની પણ મોસમ હોય હો

અન્ય સમાચારો પણ છે...