• Gujarati News
  • National
  • શાળાઓ અને કચેરીઓ પાસે બેફામ રખડતા ઢોરો સર્જશે જીવનું જોખમ

શાળાઓ અને કચેરીઓ પાસે બેફામ રખડતા ઢોરો સર્જશે જીવનું જોખમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંશાળાઓ અને કચેરીઓ પાસે રખડતા ઢોરો ધણ ફરી વળે છે, જે વિદ્યાર્થીઓ અને મહિલા કર્મચારીઓ માટે જીવનું જોખમ સર્જે તેવી ભીતિ છે, પરંતુ નિંભર તંત્રની આંખે પાટા બાંધ્યા હોય તેમ જવાબદાર કર્મચારીઓને કંઇ દેખાતું નથી.

શહેરની શાળા નં. 9, વાણિયાવાડ સ્કૂલ, ઇન્દિરાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ, ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ, માતૃછાયા સ્કૂલ, ભુજ ઇંગ્લિશ સ્કૂલ, ભુજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જી.કે. જનરલ હોસ્પિટલ સહિતના બારેક કલાક ધમધમતા વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરોના ધણ નજરે પડી રહ્યા છે, જેમાં શાળા નંબર 9 પાસે તો રખડતા ઢોરો આખો રસ્તો બ્લોક કરી નાખે છે, જેથી નાના ભૂલકાઓ ભયના માર્યા અન્ય રસ્તેથી જવાનું પસંદ કરે છે. ઢોરો દોડાદોડ કરે ત્યારે બાળકોને પડવા વાગવાના બનાવો પણ રોજિંદા થઇ ગયા છે. સરકારી કચેરીઓ પાસે મહિલા કર્મચારીઓ ઢોરો પર નજર રાખી રસ્તો પસાર કરવા જાય તેમાં સામેથી આવતા વાહનો સાથે ટકરાઇ જાય છે. પાલિકાએ રખડતા ઢોરોને પાંજરે પૂરવા ઢોરવાડો શરૂ કર્યો છે, પરંતુ તેના કર્મચારીઓ ભાગ્યે ઢોરવાડામાં નજરે પડે છે, જેથી સમગ્ર કાર્યવાહી અટકી ગઇ છે.

રખડતા ભટકતા ઢોરના ધણ શાળા-કચેરીઓ પાસે જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...