તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાડામાં મુખ્ય ટાઉન પ્લાનરની ગેરહાજરીથી વહિવટ ટલ્લે ચડયો

ભાડામાં મુખ્ય ટાઉન પ્લાનરની ગેરહાજરીથી વહિવટ ટલ્લે ચડયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થોડાસમય પહેલાં રાજયના શહેરી વિકાસ વિભાગે ગુજરાતના વિવિધ સતામંડળમાં ફરજ બજાવતા ટાઉન પ્લાનર અને સર્વેયરની બદલીના આદેશ જારી કર્યા હતા. જેમાં ભુજ શહેરી વિકાસ સતામંડળના મુખ્ય ટાઉન પ્લાનર અને અન્ય એક ટાઉન પ્લાનરની બદલી કરવામાં આવી હતી.

બદલીના દોર બાદ ભાડામાં મુખ્ય ટાઉન પ્લાનરની જગ્યા ખાલી પડી હોવાના લીધે ભાડા કચેરીના વહિવટને વ્યાપક પ્રમાણમાં અસર પહોંચવા સાથે સઘળો વહિવટ ટલ્લે ચડયાની સ્થિતી સર્જાઇ છે. હાલે ભુજ શહેરી વિકાસ સતામંડળના મુખ્ય ટાઉન પ્લાનરનો હવાલો મોરબીના ટાઉન પ્લાનરને સોંપાયો છે. મોરબીના ટાઉન પ્લાનર અઠવાડિયે કે પખવાડિયે એકવાર અને મહિનામાં માંડ 4થી5 દિવસ ભાડામાં આવતો હોવાના લીધે પડતર કામનું ભારણ વધી રહ્યું છે. ભાડા કચેરીમાં બાંધકામની મંજુરીની ફાઇલ પાસ કરાવવાની હોય કે પછી નકશાનું એપ્રુવલ મેળવવાનું હોય.

તમામ કામોનો નિપટારો લાવવા માટે અરજદારો ભાડા કચેરીમાં જાય છે.ત્યારે તેમને મુખ્ય ટાઉન પ્લાનરની ગેરહાજરીના કારણે ધરમધકકા ખાવા પડી રહ્યા છે. તો ટાઉન પ્લાનર ભુજમાં આવે ત્યારે ગણ્યાગાંઠયા અરજદારોના કામ થતા હોવાનો ગણગણાટ પણ ઉઠી રહ્યો છે.

અા બાબતે ભાડાના ચેરમેન કિરીટ સોમપુરાને પુછતાં તેમણે અધિકારીની ગેરહાજરીથી કામો ખોરંભે ચડતા હોવાની વાતનો સ્વીકાર કરી જગ્યા ભરવા માટે રાજય સ્તરે રજુઅાત કરાઇ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...