દાયકા બાદ પશ્ચિમ કચ્છ પોલીસને પોતાનો અલાયદું ડિઝલ પંપ નસીબ
દાયકા બાદ પશ્ચિમ કચ્છ પોલીસને પોતાનો અલાયદું ડિઝલ પંપ નસીબ થયું છે. ભુજના પોલીસ એમટી વિભાગમાં ઇન્ડિયન ઓઇલ દ્વારા ફાળવવામાં આવેલ ડિઝલ પંપનું ઉદ્દઘાટન બોર્ડર રેન્જના આઇજીપી એ. કે. જાડેજાએ કર્યું હતું. પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસ વડા મકરંદ ચૌહાણ, પુર્વ કચ્છ પોલીસ વડા ભાવના પટેલ, નખત્રાણા એએસપી હિમકરસિંઘ સહિતના પોલીસ અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. સબસીડી બાદ કરતા એક લીટરે સાડા ચાર રૂપીયાના ઓછા ભાવે ડિઝલ પોલીસ ડિપાર્ટમેન્ટને ઉપલબ્ધ થશે જેના કારણે મહિને અંદાજે એક લાખ જેટલી બચત થશે.
પશ્ચિમ કચ્છ પોલીસના એમટી વિભાગમાં ડિઝલ પંપ શરૂ, આઇજીએ ડીઝલ પુર્યું