તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દેશહિત માટે હરહંમેશ તૈયાર રહેવાની સમાજમાં શીખ અપાઇ

દેશહિત માટે હરહંમેશ તૈયાર રહેવાની સમાજમાં શીખ અપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજોડીખાતે અખિલ કચ્છ ચૌધરી સમાજ-ભુજનું દ્વિતીય સ્નેહમિલન યોજાયું હતું, જેમાં ભોજન દાતા ગણેશભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં સરસ્વતી સન્માન તેમજ કચ્છમાં વસતા ચૌધરી સમાજના કુટુંબોની ટેલિફોન ડિરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં દેશહિત માટે તૈયાર રહેવા શીખ અપાઇ હતી.

કચ્છ જિલ્લામાં ખાસ કરી ઉત્તર ગુજરાત અને હરિયાણા તેમજ સમગ્ર ભારતમાંથી આવી કચ્છમાં કામ ધંધાર્થે સ્થાયી થયેલા પરિવારો હાજર રહ્યા હતા, જેમાં નાયબ કલેક્ટર કેસરભાઈ ચૌધરી, ધારાશાસ્ત્રી હેમસિંહભાઈ ચૌધરી, ડો. આનંદ ચૌધરી, લક્ષ્મણભાઈ ચૌધરી, ગાંધીધામ ચૌધરી સમાજના પ્રમુખ વી.કે. પટેલ, ડી.એલ.આર. પરમાભાઇ વગેરે મહેમાનોની ઉપસ્થિતિમાં ચૌધરી સમાજ દેશ હિત માટે હરહમેંશ અગ્ર રહે તેવી શીખ અપાઇ હતી, સાથે-સાથે સામાજીક એકતા જરૂરી છે, પણ શક્તિ પ્રદર્શન માટે નહીં, પરંતુ કર્મભૂમિ અને માતૃભૂમિની રક્ષા માટે કાંઇક કરી છૂટવાની ભાવના એમાં ભરેલી હોય જરૂરી છે.

સરસ્વતી સન્માન આનંદભાઈ ચૌધરી અને કોન્ટ્રાક્ટર પરલેવાળા તરફથી કરવામાં આવ્યું હતું, ધારાશાસ્ત્રી હેમસિંહ ચૌધરીએ સમાજના ભંડોળમાં રૂપિયા 21 હજારના દાનની જાહેરાત કરી હતી, તો ડો. આનંદ ચૌધરીએ વર્ષ-2017ના સ્નેહમિલન માટે ભોજન દાતા રહેવાની જાહેરાત કરી હતી તેમજ ડિરેક્ટરી અલ્પેશ ચૌધરી-ગાંધીધામવાળા તરફથી છાપવામાં આવી હતી, નાયબ પોલીસ અધિક્ષક એ.એચ. ચૌધરીએ સમારંભની સફળતા માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રમુખ વિશ્રામ ચૌધરીની આગેવાનીમાં ડો. વી.એમ. ચૌધરી, ડો. જી.કે. ચૌધરી, અશ્વિનભાઈ ચૌધરી, પી.વી. આંજણા, વિષ્ણુ ચૌધરી, નારણભાઈ કમાંડો વગેરેએ સંભાળ્યું હતું.

સ્નેહમિલનમાં મહાનુભાવો

ભુજોડીમાં અખિલ કચ્છ ચૌધરી સમાજનું સ્નેહમિલન યોજાયું

અન્ય સમાચારો પણ છે...