તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છ ગાઢ ધુમ્મસની ચાદર હેઠળ : ઠંડીના પગલે આળસ ચડી હોય તેમ સૂર્ય પણ મોડો ઉગ્યો, વાહનોની ગતિને બ્રેક

કચ્છ ગાઢ ધુમ્મસની ચાદર હેઠળ : ઠંડીના પગલે આળસ ચડી હોય તેમ સૂર્ય પણ મોડો ઉગ્યો, વાહનોની ગતિને બ્રેક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છના કેટલાક વિસ્તારોમાં વાતાવરણના બદલાવની અસર હેઠળ વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેતાં લોકોને સૂર્યનારાયણના દર્શન મોડેથી થયાં હતાં. નખત્રાણામાં વાહન ચાલકોને હેડલાઇટ અને વાઇપર ચાલુ રાખવા સાથે ફરજિયાત ગતિમર્યાદા બાંધવી પડી હતી. જો કે, ખેતીના જાણકારોના મતે ઝાકળથી રવિ પાકને ફાયદો થવાની સંભાવના જોવાઇ રહી છે. વાતાવરણના ફેરફારથી શરદી-દમના દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...