તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મંગવાણામાં દુષ્કર્મ, આરોપીઓના ત્રાસથી વૃધ્ધે ગળેફાંસો ખાઇ લીધો

મંગવાણામાં દુષ્કર્મ, આરોપીઓના ત્રાસથી વૃધ્ધે ગળેફાંસો ખાઇ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાતાલુકાના મંગવાણા ગામની પરિણીતા પર ગામના એક શખસે દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઇ છે. તો અા ઘટના અંગે ઠપકો આપનાર વૃધ્ધને આરોપીઓએ માનસિક ત્રાસ આપવાનું શરૂ કરતાં તેનાથી કંટાળી જઇ વૃધ્ધે 5 દિવસ પહેલા આપઘાત કરી લેતા શખસો સામે દુષ્કર્મ ઉપરાંત મરવા માટે દુષ્પ્રેરણ કર્યાની 2 ફરિયાદ નખત્રાણા પોલીસ મથકે નોંધાઇ છે.

પોલીસ મથકેથી જાણવા મળેલી વિગત અનુસાર મંગવાણામાં રહેતી પરિણીતાનો પતિ ધંધાર્થે વિદેશ રહેતો હોઇ તેની અેકલતાનો લાભ લઇ મિથુન ગરવા નામના શખસે તેના પર 7 માસ સુધીના સમયગાળામાં અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાબતે કોઇને કહીશ તો તેને અને તેના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી હતી.

દરમ્યાન 60 વર્ષિય તેજાભાઇ કેસાભાઇ ચારણ નામના વૃધ્ધે મિથુનને ઠપકો આપતા મિથુન અને તેની સાથેના મનજી હિરજી ગરવા, ભરત મનજી ગરવા તથા વિવેક ચુનીલાલ ચારણે તેજાભાઇને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સતત અપાતા અા માનસિક ત્રાસથી કંટાળીને તેજાભાઇએ 5 દિવસ પહેલાં 22 નવેમ્બરે ઝાડમાં લટકી ગળે ફાંસો ખાઇ લીધો હતો.

બનાવ અંગે 4 શખસો વિરુધ્ધ મહિલા પર દુષ્કર્મ અને વૃધ્ધને મરવા માટે દુષ્પ્રેરણ કર્યાની ફરિયાદ નોંધાઇ છે. અા બાબતે તપાસનીશ પી.એસ.આઇ એલ.પી.બોડાણાને પુછતા તેમણે ઘટનાની તપાસ ચાલુમાં હોવાનું અને આરોપીઓ ટુંક સમયમાં ઝડપાઇ જવાનો આશાવાદ વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...