તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ના. સરોવર પોલીસે 12 વર્ષીય કિશોરને પરિવાર સાથે મેળવ્યો

ના. સરોવર પોલીસે 12 વર્ષીય કિશોરને પરિવાર સાથે મેળવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાનીચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ ચાલી રહ્યો છે ત્યારે સરદહી વિસ્તારોમાં એજન્સીઓનું પેટ્રોલિંગ પણ ચુસ્તીપૂર્વક ચાલી રહ્યું છે. તાજેતરમાં રાજસ્થાનથી ભાગી આવેલા એક રખડતા કિશોરને બીએસએફના જવાનોએ પકડી લઇ નારાયણ સરોવર પોલીસની મદદથી તેના પરિવાર સાથે મેળવી આપ્યો હતો.

ચૂંટણી પ્રચાર અર્થે આવનારા વડાપ્રધાન માતાનામઢના દર્શને આવવાના છે ત્યારે રોડાસર નજીકથી સવારે પેટ્રોલિંગ દરમિયાન બીએસએફને 12 વર્ષીય કિશોર મળતાં તેને શકમંદ ધારી પકડાયો હતો અને પૂછપરછને અંતે નારાયણ સરોવર પોલીસને સોંપાયો હતો. પૂછપરછમાં તેનું નામ અલ્પેશ

...અનુસંધાનપાના નં.9

હોવાનુંઅને રાજસ્થાનના બાસવારાનો વતની હોવાનું માલૂમ પડતાં તેના પિતાનો સંપર્ક કરાયો હતો. પિતાના જણાવ્યા મુજબ તે 1 મહિના પહેલાં ઘરેથી નીકળી ગયો હતો તેમણે પોલીસનો આભાર માની પુત્રને લેવા કચ્છ તરફ નીકળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...