તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છમાં ST દ્વારા મહિલા બસ ટ્રીપ શરૂ કરવા ચાલતી ગતિવિધિ

કચ્છમાં ST દ્વારા મહિલા બસ ટ્રીપ શરૂ કરવા ચાલતી ગતિવિધિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાંએસ. ટી. દ્વારા મહિલા બસ ટ્રીપ શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. જે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે ભુજ એસ. ટી. વિભાગીય નિયામકને નવેમ્બરના અંત સુધીમાં વિગતો મોકલી દેવા સૂચના આપી હોવાના હેવાલ છે.

15મી નવેમ્બરના વિભાગીય પરિવહન અધિકારીઓની બેઠક મળી હતી, જેની કાર્યવાહીની નોંધ 20મી નવેમ્બરના વિભાગીય નિયામકને મોકલવાઇ હતી, જેમાં જણાવાયું હતું કે, નિગમના એમ. ડી.નો વિઝન છે કે, હાલના સંચાલિત માળખામાં કેટલાક રૂટ અને ટ્રીપ ઉપર અમુક સમયે મહિલા પ્રવાસીઓ દ્વારા વિશેષ સંખ્યામાં મુસાફરી ધ્યાને આવી છે, જેથી મહિલા બસ ટ્રિપ શરૂ કરવા બાબતે અભ્યાસ અને ચર્ચા હાથ ધરવી.

જે રૂટ અને ટ્રીપમાં મહિલાઓની વધુ સંખ્યા રહેતી હોય તેને મહિલા ટ્રિપ તરીકે અલગથી ઓળખ આપવાનું આયોજન કરવું. તે ઉપરાંત આવી સર્વિસમાં મહત્તમ લીડ ફેકટર મળી રહે અને કોઇ ફરિયાદ ઉપસ્થિત થાય તેને લક્ષમાં રાખી આયોજન કરવાનું રહેશે. જે સંભવિત મહિલા ટ્રીપોની વિગતો નવેમ્બરના અંત સુધી ઇમેઇલ મારફતે મોકલી દેવી.

વિદ્યાર્થીનીઓની છેડછાડનો પ્રશ્ન નહીં રહે

બસમાંગામડામાંથી ઉચ્ચ અભ્યાસ માટે શહેરની શાળાઓ, કોલેજમાં વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં આવતી હોય છે, પરંતુ શૈક્ષણિક સંકુલ પાસે પાનના ગલ્લા નજીક કેટલાક લુખ્ખાઓ ધામા નાખી બેઠા હોય છે, અને તેઓ અપડાઉન કરતી છાત્રાઓ પાછળ-પાછળ બસમાં પણ આવ-જાવ કરવા લાગે છે, જેથી વિદ્યાર્થિનીઓ માનસિક રીતે ત્રાસ અનુભવતી હોય છે. એવું સરકારી કચેરીઓમાં નોકરી કરતી મહિલાઓ સાથે પણ આવું થતું હોય છે. મહિલા બસ ટ્રીપ શરૂ થવાથી છાત્રાઓ અને સર્વન્ટ મહિલાઓની તકલીફ દૂર થઇ શકશે.

નવેમ્બરના અંત સુધીમાં વિગતો મોકલી દેવા વિભાગીય નિયામકને સૂચના : વિભાગીય પરિવહનની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...