તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવીમાં સામાન્ય મુદ્દે છરી અને પથ્થરોથી મારામારી ત્રણ ઘાયલ

માંડવીમાં સામાન્ય મુદ્દે છરી અને પથ્થરોથી મારામારી ત્રણ ઘાયલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીનાઅપના બજાર નજીકના બાબાવાડી વિસ્તારમાં ઘર પાસે આંટા મારવાની યુવાને ના કહેતા તેનું મનદુ:ખ રાખી છરી અને પથ્થરોના છૂટા ઘા કરી મારામારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ પરથી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના અપના બજાર પાસેના નવાપુરા વિસ્તારમાં રહેતા અને બાબાવાડી વિસ્તારમાં શિશુમંદિર પાસેના ઘર નજીક મૌલિક મુકેશભાઇ જોષી દિવસ અને રાત્રિ દરમિયાન આંટા મારતા તેને ના કહેતાં તે બાબતનું મનદુ:ખ રાખી રાજવીરસિંહ વિજયસિંહ જાડેજા (ઉ.વ.24) તથા મહાવીર વિજયસિંહ જાડેજા (ઉ.વ.26)ને મુકેશે ગાળો આપી બન્ને ભાઇઓ પર છરી વડે હુમલો કરાયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જ્યારે પ્રતિ ફરિયાદમાં મૌલિક મુકેશભાઇ જોષી (ઉ.વ.19)એ રાજવીરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ જાડેજા તથા સની જાડેજાએ છૂટા પથ્થરો મારી ઇજાઓ પહોંચાડી હોવાનું જણાવ્યું હતું. માંડવી પોલીસે બન્ને પક્ષની ફરિયાદની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...