તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પૂર્વ કચ્છની અદ્યતન આરટીઓ કચેરી માટે 10 કરોડની મંજૂરી

પૂર્વ કચ્છની અદ્યતન આરટીઓ કચેરી માટે 10 કરોડની મંજૂરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારખાતે રિંગરોડના ચિત્રકૂટ સર્કલથી કળશ સર્કલ સુધીના રિંગરોડના રસ્તાના મજબૂતીકરણનો આરંભ કરાયો છે. એક કરોડના ખર્ચે થનારા મજબૂતીકરણનું મુહૂર્ત કરાવતા સ્થાનિક ધારાસભ્ય અને સંસદીય સચિવ વાસણભાઇ આહિરે છેલ્લા 4 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ થયાનું જણાવ્યું હતું.

ચિત્રકૂટ સર્કલથી શરૂ થતો રસ્‍તો સાડા પાંચ મીટરમાંથી 10 મીટર પહોળો કરવામાં આવશે, તેમ પણ જણાવાયું હતું. રાજ્ય સરકારની ખાસ મરંમત યોજના હેઠળ ધારાસભ્યને ફાળવાતી એક કરોડની ગ્રાન્ટમાંથી કામ થવાનું કહી પૂર્વ કચ્છની આરટીઓ કચેરીના અદ્યતન નિર્માણ માટે રૂા.10 કરોડના ખર્ચની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળી ગયાની જાહેરાત કરી હતી. કાર્યક્રમ ઉપરાંત સવાસર નાકાથી વીડી વાડી વિસ્તારના આંતરિક રસ્તાનું ખાતમૂહુર્ત સંપન્ન કર્યું હતું.

પ્રારંભમાં પ્રસંગ પરિચય શૈલેશભાઇ સથવારાએ પાઠવ્યો હતો. અંજાર નગરપાલિકાના અધ્યક્ષ પુષ્પાબેન ટાંક, કારોબારી અધ્યક્ષ પ્રકાશ કોડરાણી, શાસક પક્ષના નેતા ડેની શાહ, આડા અધ્યક્ષ નીરવ ભારદિયા, ભરત શાહ, શહેર ભાજપ પ્રમુખ સંજય દાવડા, મહામંત્રી લવજીભાઇ સોરઠિયા, મહેન્દ્રભાઇ કોટક વગેરે હાજર હતા.

સંસદીય સચિવે સાચવ્યું મુહૂર્ત

અંજારમાં ચિત્રકૂટથી કળશ સર્કલના રિંગરોડના ખાતમુહૂર્ત વખતે જાહેરાત

અન્ય સમાચારો પણ છે...