તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કેનેડાના વીઝાના નામે ગરબડ થયાનો ઇન્કાર

કેનેડાના વીઝાના નામે ગરબડ થયાનો ઇન્કાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |કેનેડા જવા રૂા. 1.55 લાખ લઇ વર્ક પરમીટ આપતાં ભુજના મનોજ વેલજી રાઠોડે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કરેલી ફરિયાદને આધારે ફોરમની નોટિસ સંદર્ભે એજન્ટ નેટવર્ક હોલીડેઝના માલિક નિલેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, સહમતીથી ફરિયાદી સિંગાપુર વિઝા નં. એએ 8567583થી સિંગાપુર ગયેલા. મરજીથી પરત આવેલા જે સત્ય હકીકત ફરિયાદમાં છૂપાવેલી છે, પ્રતિઆક્ષેપ પ્રમાણે ફરિયાદીએ હિસાબ ઉપરના 1 લાખ રૂપિયા નહીં આપો, તો તમને બદનામ કરીશું, તેવું ઓફિસમાં આવીને કહ્યું હતું, પણ ના પાડતાં તેમણે ખોટી ફરિયાદ કરેલી હોવાથી હવે ફરિયાદી વિરૂદ્ધ માનહાનિ અને ખોટી ફરિયાદનો દાવો માંડવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...